આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


પીડાયેલાં મનુષ્યોની માવજત કરવામાં આવતી હતી. મુર્શિદાબાદમાં એક અનાથાશ્રમ ઉઘાડવામાં આવ્યું હતું. મુર્શિદાબાદની આસપાસનાં ગામડાંના લોકોને ખાવાનું અનાજ તેમજ પીવાનું ચોક્ખું પાણી મળતું ન હતું. તેને લીધે હજારો સ્ત્રી પુરૂષો મૃત્યુને વશ થતાં હતાં. એ મનુષ્યોના દુઃખની ખબર સાંભળીને સ્વામી વિવેકાનંદે સ્વામી અખંડાનંદને દ્રવ્ય તથા બે મદદનીશો આપીને મુર્શીદાબાદ મોકલ્યા. ત્યાં એક અનાથાશ્રમ ઉઘાડવામાં આવ્યું અને સ્વામી અખંડાનંદ ગામેગામ ફરી ક્ષુધાથી પીડાયેલાં સ્ત્રી પુરૂષોને શોધી કહાડી તેમને અનાજ પુરું પાડવા લાગ્યા. મુર્શીદાબાદની આસપાસનાં ગામડાંઓમાં લગભગ બસેં માણસો ભૂખથી મરી જવાની તૈયારીમાં હતાં અને તેમની સંખ્યામાં વધારો થતો જતો હતો. એ ખબર સાંભળીને સ્વામી વિવેકાનંદે ફંડ એકઠું કરવાને સ્વામી સુબોધાનંદને કલકત્તા મોકલ્યા. સ્વામીજી જે ઉમદા અને નિઃસ્વાર્થ કાર્ય કરી રહ્યા હતા તેની કદર સરકારી અમલદારો પણ હવે કરવા લાગ્યા. મુર્શિદાબાદ તાલુકામાં સરકાર તરફથી ચાર પાંચ દુષ્કાળકામો ઉઘાડવામાં આવ્યાં હતાં, પણ તેઓ સંતોષકારક રીતે કાર્ય કરતાં નહોતાં, તેથી કરીને ખરેખરા દુકાળથી પીડાતાં સ્ત્રી પુરૂષોને જોઇએ તેવી મદદ મળતી ન હતી. એવાં સ્ત્રી પુરૂષો હવે રામકૃષ્ણ મિશનના અનાથાશ્રમમાં આવીને રહેવા લાગ્યાં. અહીં મિશનના સંન્યાસીઓ તેમની કાળજીથી બરદાસ્ત કરતા, તેથી તેમનાં દુઃખી અંતઃકરણ શાંત થતાં અને તેમની આંખોમાં પાણી આવી જતું. વળી જે લોકો વ્યાધિઓથી પીડાતા હતા તેમને માટે પણ દવા વગેરેની સારી સવડ રામકૃષ્ણ મિશન કરી રહ્યું હતું. અન્ન પાણીના કષ્ટથી ગભરાઈ રહેલાં સ્ત્રી પુરૂષોનાં ઉદાસ મુખો જોઈને પત્થરનાં હૃદય પણ પીગળી જતાં હતાં. એક સ્ત્રી અને તેનાં નાનાં નાનાં છોકરાંનું દુઃખ નહિ જોવાયાથી