આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


બજાવાતું જોઈને સરકાર પણ તેમનો ઘણોજ આભાર માનતી હતી.

સ્વામીજી પોતાનું કાર્ય પદ્ધતિસર કરી રહ્યા હતા. માણસ પાસે પૈસો હોય તો તેને સખાવત કરવાનું અઘરું લાગતું નથી; પણ અપાત્રને દાન કરવાથી લાભને બદલે વધારે નુકશાન થાય છે. સ્વામી ત્રિગુણાતીત જાતે શ્રમ લઈને તપાસ કરતા હતા અને ખરી તંગી વાળાં મનુષ્યોને શોધી કહાડતા હતા.

કલેક્ટર મી. બોનહામ કાર્ટરે રામકૃષ્ણ મિશનના દુષ્કાળ કામ માટે વડી સરકારને નીચે પ્રમાણે લખી મોકલ્યું હતું :–

“રામકૃષ્ણ મિશનના સ્વામી ત્રિગુણાતીત દુષ્કાળ વખતે જે ઉમદા કામ કરેલું છે તેનું વર્ણન કર્યા વગર હું મારો રિપોર્ટ બંધ કરીશ નહિ, આ જીલ્લામાં દુકાળ પડેલો જાણીને સ્વામીજી મારી પાસે આવ્યા અને મને કહેવા લાગ્યા કે, જેમ બરહાનપુરમાં કર્યું હતું તેમ રામકૃષ્ણ મિશન આ જીલ્લામાં પણ મદદ કરવાને તૈયાર છે. મેં તેમને સલાહ આપી કે દીનાજપુરની પશ્ચિમે છ માઈલ દૂર આવેલા બીરાલ ગામમાં તમે કાર્યની શરૂઆત કરો. જીલ્લાના દક્ષિણ ભાગમાં વરસાદ સારો થયો હતો. પશ્ચિમમાં દુકાળની અસર વધારે જણાતી હતી. અહીંઆં સ્વામીજીએ ઘણી અગવડો વેઠીને પણ પોતાનો મુકામ નાંખ્યો અને તે ખરી તંગીવાળાં મનુષ્યોને મફત ચોખા આપવા લાગ્યા. ખરી વાત શી છે તે શોધી કહાડવાને તેમણે બનતો પ્રયાસ કર્યો અને ઘણું ખરૂં તો તે જાતેજ તપાસ કરવા જતા હતા. પછીથી તેમણે દીનાજપુરમાં ઘણાઓનું સંકટ ટાળ્યું. હું નીચે આંકડા આપું છું તે ઉપરથી સમજાશે કે ન્યાત જાત કે ધર્મના ભેદ રાખ્યા વગર સર્વેને મદદ કરવામાં આવી હતી. તે આંકડાઓ બહુજ કાળજીથી લેવામાં આવેલા છે. જો આવાં નિઃસ્વાર્થ કામો ઘણાં થાય તો સરકારી દુષ્કાળકામોને ઘણી મદદ મળે. સ્વામીજીએ