આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦૯
દુષ્કાળકામો તથા અનાથાશ્રમો વગેરેની સ્થાપના.


મારી કે કોઈની મદદ લીધા સિવાયજ સઘળું કામ વ્યવસ્થિતપણે કરેલું છે, પણ મેં તેમને જે જે સુચનાઓ કરી હતી તે સધળી તેમણે ખુશીથી ધ્યાનમાં લીધી હતી અને દર અઠવાડીએ તે પોતાનો હિસાબ અને આંકડા મારા તરફ મોકલતા હતા.”

મુર્શીદાબાદ, દીનાજપુર અને દેવધર સિવાય દક્ષિણેશ્વરમાં પણ એક દુષ્કાળકામ ઉઘાડવામાં આવ્યું હતું. દક્ષિણેશ્વર શ્રી રામકૃષ્ણ પરમહંસના નિવાસથી પવિત્ર બની રહેલું હતું. અહીંઆં એક સ્વામી બંગાળાનાં ગરિબ કુટુંબોને ચોખા આપવાનું કામ કરી રહ્યા હતા. દરેક સ્થળેથી સરકારી અમલદારો રામકૃષ્ણ મિશનના કાર્ય વિષે સારો રિપોર્ટ મોકલી રહ્યા હતા. રામકૃષ્ણ મિશન પોતાનું કામ એવી શાંતિ અને નિઃસ્વાર્થ વૃત્તિથી કરી રહ્યું હતું કે બ્રિટીશ અમલદારો તેની પ્રશંસા કર્યા વગર રહેજ નહિ. દુષ્કાળવાળાં ગામડાંમાં બ્રિટીશ અમલદારો આવતા અને અનાજ, વસ્ત્ર, વગેરે અપાતાં જોતા. એમ કરવું ઘણું સહેલું હતું. પણ ગામે ગામ ફરવું, ગરિબનાં ઝુંપડામાં તપાસ કરવી, ખરેખરી તંગીવાળાંને શોધી કહાડવાં અને આસપાસ પથરાઈ રહેલાં દુઃખ અને અગવડોમાં વ્યવસ્થિત કાર્ય શરૂ કરવું, એ ઘણું મુશ્કેલ હતું. પણ રામકૃષ્ણ મીશનના સાધુઓએ તે કાર્યને સિદ્ધ કરેલું છે. તેમનો જેટલો ઉપકાર મનાય તેટલો ઓછોજ છે. અત્યારે પણ તેઓ તેવું જ કાર્ય કરી રહેલા છે. શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદનાં પવિત્ર ચરણ કમળના સ્પર્શથી તેઓ સઘળા પવિત્ર અને નિઃસ્વાર્થ બની માત્ર પરોપકાર વૃત્તિથીજ, માનવજાતિનું દુઃખ ટાળવાને સજ્જ થઈ રહેલા છે. હજી પણ તેઓ ભારતવર્ષની ગરિબ પ્રજાને સહાય કરવાને ગામેગામ ફરી રહેલા છે. આ વખતે મુર્શીદાબાદમાં કેટલાંક નિરાધાર બાળકો સંભાળને અભાવે અન્નપાણી વિના મરી જતાં જોવામાં આવતાં હતાં. એથી કરીને મુર્શીદાબાદમાં એક કાયમનું