આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧૭
પાશ્ચાત્ય પ્રદેશમાં વેદાન્તની અસર.


અમેરિકામાં આજે ઘણાં સ્ત્રી પુરૂષો બ્રહ્મચર્ય, વાનપ્રસ્થ કે સંન્યાસાશ્રમને ગ્રહણ કરી રહેલાં છે.

શિકાગોમાં લગભગ ચાર વર્ષ સુધી વેદાન્તનો સંપૂર્ણ બોધ આપ્યા પછી સ્વામિની અભયાનંદને જે ભૂમિએ તેમના ગુરૂ સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરૂષને જન્મ આપ્યો હતો તે પવિત્ર ભૂમિનાં દર્શન કરવાની ઈચ્છા થઈ આવી. ભારતવર્ષમાં આવીને તેમણે મુંબઈ મદ્રાસ, કલકત્તા, ઢાકા, માઇમેનસીંગ, બારીસાલ વગેરે સ્થળોમાં અનેક ભાષણો આપ્યાં અને એક વિદુષી અમેરિકન બાઈ તરિકે તેમણે ભારતવર્ષના લોકો તરફ તેમજ તત્ત્વજ્ઞાન તરફ અગાધ પ્રેમ પ્રદર્શિત કર્યો. સ્વામિની અભયાનંદ પૂર્વાશ્રમમાં નાસ્તિક હતાં, પણ અદ્વૈતવાદના સિદ્ધાંતો સાંભળીને તે આસ્તિક બન્યાં હતાં. અદ્વૈતવાદ વિજ્ઞાનશાસ્ત્રથી પણ ન છેદાય એવો છે એમ તેમનું દૃઢ માનવું થઈ રહ્યું હતું. મુંબઈમાં તેમણે જસ્ટીસ મહાદેવ ગોવીંદ રાનડેના પ્રમુખપણા નીચે “વેદાન્ત અને તેનો પશ્ચિમમાં પ્રચાર” એ વિષય ઉપર એક સુંદર ભાષણ આપીને પાશ્ચાત્ય પ્રજાઓનાં મન ઉપર વેદાન્તની કેવી અસર થઈ રહેલી છે તેનો સરસ ચિતાર આપ્યો હતો.

આ પ્રમાણે અમેરિકા અને ઇગ્લાંડમાં વેદાન્તની અસર કેવી થઈ રહેલી હતી તેનો વિગતવાર હેવાલ આપતાં પ્રકરણનાં પ્રકરણ ભરાઈ જાય તેમ હોવાથી ટુંકામાં એટલું જ કહેવું બસ થશે કે પાશ્ચાત્ય પ્રદેશોમાં સ્વામી અભેદાનંદ, શારદાનંદ, વગેરે ઉપદેશકો અત્યંત માન અને પ્રીતિનું પાત્ર થઈ રહ્યા હતા. યુનાઇટેડ સ્ટેટસ અને કેનેડાનાં મુખ્ય મુખ્ય શહેરો ઉપરાંત બીજા ગામોમાં પણ તેમનો બોધ ગ્રહણ કરવાને ઘણાં મનુષ્યો આતુર થઈ રહ્યાં હતાં, પણ કામ એટલું બધું વધી પડ્યું હતું કે તેમનાથી સઘળાં સ્થળોએ જઈ શકાતું ન હોતું. સ્વામી વિવેકાનંદની અમેરિકન શિષ્યાઓ અને શિષ્યો