આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨૧
પાશ્ચાત્ય શિષ્યાની કેળવણી.

 સ્વામી વિવેકાનંદની જન્મભૂમિનાં દર્શન કરવાં, સ્વામીજીના સમાગમમાં વધારે આવવું અને ભારતવર્ષના લોકો અને સાધુઓનું નિરીક્ષણ કરીને વેદાન્ત જીવનને પ્રત્યક્ષ કરવું એવો તેમનો ઇરાદો હતો.

બ્હેન નિવેદિતાએ ઈંગ્લાંડ સાથેના સઘળા સંબંધ છોડી દઈ હિંદમાંજ વાસ કર્યો હતો. સ્વામીજીના બીજા શિષ્યો મી. સેવીઅર અને તેમનાં પત્ની આલમોરામાં રહેતાં હતાં. સ્વામીજીની બીજી શિષ્યા મિસીસ પેટર્સન–કલકતાના કોન્સલ જનરલનાં પત્ની–કલકત્તામાં જ રહેતાં હતાં. સ્વામીજી પ્રથમ અમેરિકામાં ગયા ત્યારે ત્યાંની વીશીવાળાઓ તેમને કાળા આદમી ગણીને વીશીઓમાં દાખલ કરતા ન હતા ત્યારે તેમણે સ્વામીજીને ઘણો આશ્રય આપ્યો હતો અને એ વખતથી તે સ્વામીજી પ્રત્યે અત્યંત ભાવ રાખતાં હતાં. હિંદુસ્તાનમાં આવ્યા પછી પણ તે વારંવાર સ્વામીજીના સમાગમમાં આવતાં. કલકત્તાના ગર્વિષ્ઠ અંગ્રેજ અમલદારોને એ વાત પસંદ પડતી ન હોતી, તોપણ મિસીસ પેટર્સન તેની દરકાર નહિ કરતાં સ્વામીજીની સાથે પ્રવાસે પણ નીકળતાં. સ્વામીજીના બીજા શિષ્યો મી. ગુડવીન વગેરે હિંદમાં અહીં તહીં વિચરી રહ્યા હતા. આ સર્વને એકઠાં કરીને હિંદનાં જાણીતાં સ્થળોનાં દર્શન કરાવવાં અને તેમના હૃદયમાં હિંદની મહત્તા ઠસાવવી એવો સ્વામીજીએ વિચાર કર્યો.

કલકત્તામાં રહીને પણ પોતાના પાશ્ચાત્ય શિષ્યોના મગજમાં હિંદનું પ્રાચીન શિક્ષણ ઉતારવાને સ્વામીજી અનેક પ્રયાસ કરી રહ્યા હતા. બહેન નિવેદિતાના ગ્રંથો વાંચવાથી સમજાશે કે સ્વામીજી તેમના પાશ્ચાત્ય શિષ્યોના મગજમાં કેવા ભવ્ય સંસ્કારો નાંખી રહ્યા હતા.

સ્વામીજી જયારે નીલાંબર મુકરજીના બગીચામાં રહેતા હતા ત્યારે પણ પોતાનાં પાશ્ચાત્ય શિષ્ય–શિષ્યાઓ જે તેમનાથી થોડેક દૂર ગંગા નદીને કિનારે રહેતાં તેમને મુકામે વારંવાર જતા. તેમની મુલાકાતથી