આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩૧
નૈનીતાલ, આલમોરા વગેરે સ્થળમાં.


કે, “મારા મિત્ર ! એમાંનું કશુંએ વળે નહિ. એ યુવાનો ઈંગ્લાંડ જઇને અંગ્રેજોની રીતભાત ધારણ કરશે અને પાછા આવશે ત્યારે યૂરોપિયનો સાથેજ બેસવા ઉઠવાનું વધારે પસંદ કરશે. તેઓ પોતાનું જ પેટ ભરશે; યૂરોપિયનોનો પોશાક, ખાણું, રીતભાત વગેરેનું અનુકરણ કરશે; અને તેમના પોતાના દેશને તે ભૂલી જ જશે.”

નૈનીતાલથી સ્વામીજી આલમોરા ગયા. અહીંઆં તે તેમના પાશ્ચાત્ય શિષ્ય મી. સેવીઅરના અતિથિ થઈને રહ્યા. બીજા પાશ્ચાત્ય શિષ્યો એક મકાન ભાડે રાખીને ત્યાં ઉતર્યા. અહીંઆં પણ મિસ નોબલની સાથે સ્વામીજીને પુષ્કળ વાદવિવાદ ચાલ્યો; કારણ કે મિસ નોબલના મનમાંથી હજી કેટલાક પાશ્ચાત્ય વિચારો ભુંસાતા ન હોતા. એ સમય વિષે મિસ નોબલ લખે છે કે;—

“આલમોરામાં જાણે કે મારે ફરીથી નિશાળે જવાનું શરૂં થયું હોય તેમજ મને લાગતું હતું. મારામાં ઘર ઘાલીને બેઠેલા પશ્ચિમ તરફના સામાજીક, સાહિત્યવિષયક અને કલાવિષયક વિચારો ઉપર સ્વામીજી આક્ષેપ કરતા. હિંદુ અને યૂરોપિયન ઇતિહાસ તથા ભાવનાઓની તે તુલના કરતા અને એ વિષયો ઉપર ઘણાજ વિશાળ અને અગત્યના વિચારો દર્શાવતા. સ્વામીજીની એક ખાસ ટેવ એ હતી કે જ્યારે તે કોઈ પણ સમાજ કે દેશના દુર્ગુણો વિષે વાત કરતા ત્યારે તે તેમના ઉપર સખત હુમલો કરતા, પણ પોતાની વાત પૂરી કર્યા પછી એ સમાજ અથવા દેશના સદ્‌ગુણોનેજ તે યાદ રાખતા. વખતો વખત તે પોતાના શિષ્યોની પરીક્ષા કરતા. મારી સાથે ચર્ચા કરવામાં પણ તેમનો હેતુ મારા ધૈર્ય અને જ્ઞાનની કસોટી કરવાનોજ હતો. અમારી મંડળીમાંની એક વૃદ્ધ સ્ત્રીના મનમાં એમ આવ્યું કે અમારા વાદવિવાદનો અંત સારો આવશે નહિ અને તેમાંથી કલહ ઉત્પન્ન થશે, તેથી કરીને તેમણે સ્વામીજીને એ