આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩૭
નૈનીતાલ, આલમોરા વગેરે સ્થળમાં.


અંગ્રેજી પોશાક પહેર્યો નથી. તેમણે હમેશાં એક પંચીયું પહેરવાનું અને એક ચાદર ઓઢવાનુંજ પસંદ કરેલું છે એમ સ્વામીજી કહેતા. તેમની સાદાઈ, વિશાળ હૃદય અને નૈતિક દૃઢતાની ઘણીજ પ્રશંસા તે કરતા. વિદ્યાસાગરના નામ સાથે તે ડેવીડ હેર નામના અંગ્રેજનું નામ પણ લેવાને ચુક્તા નહિ. તે ભલા અંગ્રેજે હિંદમાં ઘણાં લોકોપયોગી કામો કરેલાં છે. ડેવીડ હેર સ્કોટલાંડના રહેવાસી હતા અને બંગાળામાં તે એક મોટા કેળવણીકાર તરીકે પ્રખ્યાત હતા. બંગાળામાં દુકાળ પડતો કે મરકી ચાલતી ત્યારે તે ભલા સાહેબ અનેક ગરિબોને મદદ કરતા. એક વાર બંગાળામાં કોલેરા ચાલતો હતો ત્યારે એક ગરિબ છોકરાની સારવાર કરતે કરતે તેમને કોલેરા લાગુ પડ્યો હતો અને તે મરણ પામ્યા હતા. તેમના જુના વિદ્યાર્થીઓએ તેમના શબને દાટ્યું હતું અને તેમની કબર આજ પણ એક પવિત્ર ભૂમિ તરીકે ગણવામાં આવે છે. તે સ્થળ કોલેજ સ્ક્વેરને નામે ઓળખાય છે. સ્વામીજી ભલા ડેવીડ હેરનાં કાર્યો અને ચારિત્રનો પુરેપુરો ખ્યાલ તેમના શિષ્યોને આપતા અને તેમનું અનુકરણ કરવાનું કહેતા.

મુગલ બાદશાહોની જાહોઝજહાલીનું વર્ણન આપતાં સ્વામીજી ધરાતા નહિ. તાજમહાલનું વર્ણન તે ઘણાજ ઉત્સાહથી આપતા. શાહજહાન વિષે તે કહેતા કે “અરે, તે તો મુગલ વંશનું એક મોટું ભૂષણ હતો. કલાના સૌંદર્યને માટે તેણે જે વિવેકબુદ્ધિ અને લાગણી દર્શાવેલાં છે તેવાં જગત્‌ના ઇતિહાસમાં કોઈએ પણ દર્શાવેલાં નથી. શાહજહાન જાતે પોતે કલાકોવિદ હતો. તેનું એક હસ્તલેખિત પુસ્તક મેં જોયું છે; હિંદના કલાવિજ્ઞાનનો તે એક ભવ્ય નમુનો છે.” વારંવાર સ્વામીજી અકબરની વાત કરતા અને તે બાદશાહનું નામ લેતાં તેમની આંખોમાં આંસુ આવી જતાં. આ પ્રમાણે સ્વામીજી હિંદનો ઇતિહાસ, મહાપુરૂષોનાં વૃત્તાંત, પ્રાચીન કથાઓ અને આખ્યાયિકાઓ