આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪૯
નવા મઠની સ્થાપના.


દેવામાં આવે તો મનુષ્ય તેના મૂળ આત્મસ્વરૂપમાં–પૂર્ણતામાં–પ્રકાશી રહે. આ સ્થિતિ પ્રાપ્ત કરવાને માટે શિક્ષણ, સ્વનિયમન, ધ્યાન, એકાગ્રતા, વૈરાગ્ય અને સ્વાર્થત્યાગની ખાસ જરૂર છે. “જીવન કલહ” મનુષ્યના પૂર્ણ સ્વરૂપના વિકાસને માટે આવશ્યક નથી અને તેથીજ આપણા રૂષિ મુનિઓ જીવન કલહથી અલગ રહી છેવટે પ્રકૃતિથી પણ પર થઈ શકતા હતા. સાધક અવસ્થામાં તેઓ પાશવ વૃત્તિઓને જીતીને તેમને દાબી દેવાનો પ્રયાસ કરતા અને હમેશાં દૈવી પ્રકૃતિજ ધારણ કરવાનો યત્ન કરતા.

એ સાંભળીને રામબ્રહ્મ બાબુ ઘણાજ પ્રસન્ન થયા અને બોલ્યા “સ્વામીજી, આ સિદ્ધાંત તો ઘણોજ અલૌકિક છે. ખરેખર જગતને આપના જેવા પૌવાર્ત્ય અને પાશ્ચાત્ય બંને વિદ્યામાં પ્રવીણ થયેલા નિષ્કામ મહાત્માઓનીજ જરૂર છે. હાલના આપણા શિક્ષિત વર્ગના એક માર્ગી વિચારોનું ખોટાપણું દર્શાવી તેમની ભુલો સુધારે અને તેમના મગજમાંથી ખોટા ખ્યાલોને કહાડી નાખે એવા અનેક મનુષ્યોની અત્યારે ભારતવર્ષને જરૂર છે.”

તેજ દિવસે સાંજે બળરામ બાબુના મકાનમાં સ્વામીજીએ સર્વેના આગ્રહથી માનવજાતિનો વિકાસ કેવી રીતે થાય છે તે શિષ્યો અને મિત્રોને સમજાવ્યું. તેમણે કહ્યું કે ડાર્વીનનો સિદ્ધાંત તો પ્રાણીઓ અને વનસ્પતિઓને જ લાગુ પડે તેવો છે. તે સિદ્ધાંત માનવજાતિને લાગુ પડી શકતો નથી; કારણકે મનુષ્યોમાં બુદ્ધિ અને જ્ઞાનનો ઘણો વિકાસ થયેલો હોય છે. આપણા સંતપુરૂષો અને આદર્શ પુરૂષોમાં જીવન માટેનો કલહ જણાતો નથી; બીજાઓનો નાશ કરીને યા તેમને કાંઈપણ નુકશાન કે અન્યાય કરીને સ્વાર્થ સાધવાની કે મોટા બની બેસવાની વૃત્તિ તેમનામાં જરા પણ હોતી નથી. ઉલટો તેમનામાં તો સ્વાર્થત્યાગ અને દાનવૃત્તિ–સેવાવૃત્તિજ જોવામાં આવે છે. એક મનુષ્ય