આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


સ્ત્રીઓ કરતાં પુરૂષોની સંખ્યા વધારે હોય છે તેથી એ પ્રમાણે કરવામાં આવે તોજ સઘળા પુરૂષોને સ્ત્રીઓ મળી શકે છે. બીજી બાબત એ છે કે ઉંચ વર્ગોમાં પુરૂષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વધારે હોય છે અને તેથી દરેક કુંવારી કન્યાને પણ અકેક વર મળવો મુશ્કેલ હોય; એટલે પછી વિધવાઓને માટે બીજી વારનો વર તો કાઢવોજ ક્યાંથી ? આથી ઉંચ વર્ગોમાં કુંવારી કન્યાઓ અવિવાહિત ન રહી જાય તેટલા માટે વિધવાવિવાહનો પ્રતિબંધ સ્વાભાવિક રીતેજ ઠીક થઈ પડે છે. ઉપલું ધોરણ નહિ જળવાયાથીજ આપણે જોઈએ છીએ કે પશ્ચિમમાં કુંવારી કન્યાઓને માટે પતિ મેળવવાનું કાર્ય દિવસે દિવસે ઘણુંજ અઘરૂં થતું જાય છે.”

“હિંદુઓમાં ચાલતા વર્ણાશ્રમ અને બીજા એવા સામાજીક રિવાજોનું પણ ઉપર પ્રમાણેજ સમજવું. તેટલા માટે જે કોઈપણ સામાજીક રિવાજને બદલવાની જરૂર લાગતી હોય તો તેની ઉત્પત્તિનું મૂળ પ્રથમ શેાધી કહાડવું જોઈએ; અને તે મૂળને બદલી નાંખવાથી રિવાજ પણ એની મેળેજ નષ્ટ થઈ જશે. આ પ્રમાણે ન કરતાં માત્ર તે રિવાજનો ધિક્કાર કર્યા કરવાથી તો કશુંજ વળનાર નથી.” “હવે સ્વતંત્રતા એટલે શું ? સમાજનાં સઘળાં મનુષ્યોને દ્રવ્ય, કેળવણી અને જ્ઞાન સંપાદન કરવાને માટે એક સરખી તક અને છુટ મળે એનુંજ નામ સ્વતંત્રતા આપી કહેવાય. પરંતુ કેટલાક એમ કહે છે કે જો અભણ અને ગરિબને પણ પુરેપુરૂં સ્વાતંત્ર્ય આપવામાં આવે, તેમનાં શરીર અને દ્રવ્ય સંબંધી તેમને સઘળી છુટ આપવામાં આવે અને તેમનાં છોકરાંને ધનવાનોનાં છોકરાંની માફક કેળવણી લેવાની અને પોતાની સ્થિતિ સુધારવાની તક આપવામાં આવે, તો તેઓ ફાટી જાય. ઈંગ્લાંડમાં પણ લોકો કહે છે કે જો નીચલા વર્ગોને પણ સરખા પ્રમાણમાંજ કેળવવામાં આવે તો પછી અમારી ચાકરી કોણ કરે ? આનો અર્થ