આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫૫
નવા મઠની સ્થાપના.


શું ? મુઠીભર ધનવાન લોકોના મોજશોખને માટે હજારો અને લાખો સ્ત્રીપુરૂષોને અજ્ઞાનમાં અને દારિદ્ર્યમાં રાખવાં, કારણકે જો તેમને ધન અને કેળવણી મળે તો સમાજ ઉંધી વળી જાય !! પરંતુ સમાજ કોની બનેલી છે ? કેટલાક ઉંચ વર્ગના મનુષ્યોની કે લાખો સ્ત્રીપુરૂષોના સમૂહની ? ધારો કે ઉપલી વાત ખરી હોય, તોપણ આપણેજ બીજાઓના નેતા છીએ એવો દાવો કરવાનો આપણને શો અધિકાર છે ? શું આપણે સર્વજ્ઞ છીએ ?”

‘उद्धरेदात्मनात्मानस्’ આત્માવડે આત્માનો ઉદ્ધાર કરો. દરેક મનુષ્યને તેની મુક્તિને માટે પ્રયાસ કરવા દો. એનું નામ જ સર્વ પ્રકારનું સ્વાતંત્ર્ય છે. મુક્તિને માર્ગે પ્રયાણ કરવું એજ મોટામાં મોટો લાભ છે. મુક્તિ તરફ પોતે જાતે પ્રયાણ કરવું–શારીરિક, માનસિક, અને આધ્યાત્મિક મુક્તિને પ્રાપ્ત કરવી–અને બીજાઓને તેમ કરવામાં મદદ કરવી એજ મનુષ્યનો મોટામાં મોટો કલ્યાણનો માર્ગ છે. જે સામાજીક નિયમો મનુષ્યના એવા વિકાસની આડે આવે છે તે અવશ્ય અહિતકર છે અને તેના નિયમોનો નાશ કરવાને જલદીથી પગલાં લેવાં જોઈએ. જે સંસ્થાઓ મનુષ્યની મુક્તિનો માર્ગ ખુલ્લો કરી આપે છે તે સંસ્થાઓનેજ ઉત્તેજન આપવું જોઇએ.”

સ્વામીજી ફરીથી અમેરિકા ગયા તે પહેલાં થોડો વખત તે કલકત્તામાં રહ્યા હતા. ત્યારે તેમના ઉપર અનેક પત્રો આવતા હતા તે પૈકી મુંબાઇના પ્રખ્યાત વ્યાપારી અને ધનાઢ્ય પુરૂષ સર જમસેદજી નસરવાનજી ટાટાનો વિશેષ જાણવા જેવો હોવાથી તે નીચે આપ્યો છે.

“વ્હાલા સ્વામી વિવેકાનંદ,

“હું ધારૂં છું કે તમને યાદ હશે કે જાપાનથી ચિકાગો જતાં આપણે સાથેજ મુસાફરી કરી રહ્યા હતા. હિંદમાં ત્યાગી થઈ જવાની વૃત્તિ ઘણું ખરૂં જોવામાં આવે છે; એ વિષય ઉપર તમે જે વિચારો