આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫૯
મઠમાં સંન્યાસીઓની કેળવણી.


સારી પેઠે વિદ્વતા ધરાવવા સાથે ઘરમાં પણ બે પૈસે સુખી હોવા છતાં પોતાના જ્ઞાન અને ચારિત્ર્યને વહેંચવાને બદલે વેચવાનું જ કામ કરતા જોઈએ છીએ, ત્યારેજ સ્વામી વિવેકાનંદ, રામતીર્થ અને દયાનંદ જેવા મહાત્માઓની મહત્તાનો આપણને કેટલોક ખ્યાલ આવી શકે છે. સ્વામીજી કોઈવાર પોતાના શિષ્યો પાસે રસોઈ કરાવતા. કોઈવાર પોતે જાતેજ રસોઈ બનાવીને તેમને જમાડતા. તેઓ નિયમિત અને સ્વાશ્રયી બને તેવાં કાર્યો તેમની પાસે તે કરાવતા. નાનામાં નાના કાર્યમાં પણ પુરતી કાળજીથી–ચિત્તને એકાગ્ર કરીને જ કામ–કરવાની ટેવ તેમને પાડતા. કેટલાકને ઉપદેશકો બનાવવાને માટે વક્તૃત્વશક્તિ પ્રાપ્ત કરવાનું તે શિખવતા અને તેમની પાસે વ્યાખ્યાનો અપાવતા. સ્વામીજી તેમની કેળવણીમાં ઘણા સખત થતા. નિયમોનું યથાર્થ પાલન તે શિષ્યો પાસે કરાવતા અને તેમાં લેશ માત્ર પણ શિથિલતાને તે સહન કરતા ન હોતા. સ્વામીજીમાં મોટામાં મોટો ગુણ એ હતો કે તે કોઈપણ મનુષ્યથી કે બાબતથી ડરતા ન હતા. નિરાશાને તો તે સમજતાજ ન હતા. શારીરિક સામર્થ્ય, માનસિક સામર્થ્ય અને આધ્યાત્મિક સામર્થ્ય એજ તેમનું જીવન સુત્ર હતું. એ સામર્થ્ય પોતાના શિષ્યોમાં લાવવાને અને તેમને નિડર બનાવવાને સ્વામીજી ઘણીજ કાળજીથી પ્રયત્ન કરતા. તેમની પાસે અનેક કાર્યો કરાવી તેમના ડર તે ટાળતા. ગમે તેવું કઠણ કાર્ય હોય તેને કરવાની અને ગમે તેવું સંકટ હોય તેની સામે થવાની હિંમત તેમનામાં તે ઉત્પન્ન કરવા મથતા. સ્વામીજી દૃઢપણે માનતા કે મનુષ્યના આત્મામાં અનેક પ્રકારની શક્તિઓ રહેલી છે. તે શક્તિઓને શી રીતે પ્રગટાવવી એજ માત્ર સવાલ છે. મનુષ્યમાં આત્મશ્રદ્ધા જાગૃત થવાથી તે શક્તિઓ સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય છે. એ આત્મશ્રદ્ધા તેમના શિષ્યોમાં જાગૃત થાય તેવી રીતે સ્વામીજી તેમને શિક્ષણ આપતા. પણ સઘળું કાર્ય