આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


છે.” ખરી વાત તો એજ હતી કે અંગ્રેજ સ્ત્રીપુરૂષો સ્વામીજીના જ્ઞાન અને ચારિત્ર્યથી આકર્ષાઈને તેમનો સમાગમ અને સેવા કરવાને આવ્યાં હતાં અને વેદાન્તની મહત્તા અને ઉપયોગિતા સમજ્યા પછી જ તેઓ સ્વામીજીના શિષ્યો થઈ રહ્યાં હતાં. શિષ્યો થયા પછી સ્વામીજી પ્રત્યે તેમનો ભાવ એટલો બધો હતો કે સ્વામીજી જે કાર્ય કરવાનું કહે તે કરવામાં તેઓ પોતાનું અહોભાગ્ય માનતાં.

એક વખત હિતવાદી પત્રના માજી અધિપતિ પંડિત સખા રામ ગણેશ દેઉસ્કર તેમના બે મિત્રો સાથે સ્વામીજીને મળવાને આવ્યા. તે મિત્રોમાંનો એક પંજાબનો રહીશ હોવાથી સ્વામીજી તેની સાથે પંજાબની જરૂરીઆતો વિષે વાત કરવા લાગ્યા. પંજાબમાં તે વખતે દુષ્કાળ પડ્યો હતો. તેની હકીકત સ્વામીજી પૂછવા લાગ્યા. એ પછી લોકોને કેળવણી કેવી રીતે આપવી, તેમની આર્થિક અને સામાજીક સ્થિતિ કેવી રીતે સુધારવી વગેરે વિષય ઉપર વાત ચાલી. ત્યાંથી જતી વખતે તે પંજાબી ગ્રહસ્થ જરા ખેદની લાગણીથી કહેવા લાગ્યા કે "મહારાજ અમે તો ધર્મ વિષયક બાબતોને શ્રવણ કરવાના ઇરાદાથી આપની પાસે આવ્યા હતા, પણ કમનસીબે આખો વખત સામાન્ય વિષયો ઉપરજ વાત ચાલ્યા કરી.” સ્વામીજીએ એ સાંભળીને ઘણીજ ગંભીરતાથી કહ્યું કે, “સાહેબ, જ્યાં સુધી મારા દેશનો એક કુતરો પણ ભુખ્યો હશે ત્યાં સુધી તેને ખવરાવવું અને તેનીજ સંભાળ લેવી એજ મારો ધર્મ બની રહેશે.”

સ્વામીજીના જવાબથી ત્રણે સદ્ગૃહસ્થો સ્તબ્ધજ બની ગયા. સ્વામીજીના અવસાન પછી રા. દેઉસ્કર તેમના એક શિષ્યને કહેતા હતા કે સ્વામીજીના તે શબ્દો તેમના હૃદયમાં સદાને માટે કોતરાઈ રહેલા છે અને ખરૂં સ્વદેશાભિમાન શું છે એ તે શબ્દોએજ તેમને શિખવેલું છે.

લગભગ તેજ સમયમાં વાયવ્ય પ્રાંતોમાંથી એક પંડિત સ્વામીજી