આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


અંગ્રેજી શિખવતાં પહેલાં સંસ્કૃતમાં પારંગત કરવો. સંસ્કૃત ભાષા હિંદુઓની એક વખતની માતૃભાષા છે અને હાલની ધર્મભાષા છે. જગતમાં સર્વથી તે જુનામાં જુની ભાષા લેખાય છે. આર્યોના પ્રૌઢ વિચાર અને ઉચ્ચ ભાવનાઓનો તે ભંડાર છે. હિંદુ શાસ્ત્રો તેમાંજ રચાયલાં છે. હિંદુઓનું ગૈારવ તેમાંજ સમાયેલું છે. તેના અધ્યયનથી હિંદુ જીવનનાં તત્વો સહજે સમજાય છે અને આર્ય ચારિત્ર ઘડાય છે. હિંદુ ચારિત્ર કેવાં ઉચ્ચ તત્વોનું બનેલું છે તેનો ખ્યાલ એ ભાષા આપણને આપે છે. આર્યોના પ્રાચીન અને અસાધારણ ગૈારવને તથા પ્રજાકિય જીવનને સમજાવે છે. આર્ય જીવનનો તે પાયો છે. તેમાં સમાયેલી વિદ્યા અને વિચાર આર્ય પ્રજાનો મહાન ખજાનો છે. આર્ય પ્રજાનું ઐક્ય અને તે ઐક્યનું ભાન તેનાજ ઉપર રહેલું છે. સાદું જીવન અને ઉચ્ચ વિચાર તેનું પ્રથમ સુત્ર છે. પ્રજાકિય કેળવણીનું તે બીજ છે. તેનો ઉંડો અભ્યાસ, આર્ય જીવન શું શું કરી શકે, આર્યજીવનની મહત્તા કેટલી છે, તેમાં કેવી કેવી ગુહ્ય શક્તિઓ રહેલી છે તે સર્વનું પ્રત્યક્ષ ભાન કરાવે છે. તેના અભ્યાસ વગર હિંદુ ધર્મનું ખરું સ્વરૂપ સમજાતું નથી. આર્ય સ્ત્રી પુરૂષોના આદર્શ એ ભાષાના ગ્રંથોમાંથીજ માલમ પડી આવે છે. ભારતવાસીઓનો તે આત્મા છે. સમસ્ત હિંદુ પ્રજાનો સમસ્ત ભારતવર્ષમાં પ્રસરી રહેલો તે જીવન પ્રવાહ છે. હિંદની સમસ્ત ભાષાઓનું તે મૂળ છે. સંસ્કૃતનું જો વિસ્મરણ થાય તો આર્ય પ્રજા નષ્ટ થઈ જાય. આથી નરેન્દ્રના માબાપે પ્રથમ સંસ્કૃતથીજ શરૂઆત કરાવી. બાલ્યાવસ્થામાંજ બાળકને પોતાની ધર્મભાષા ભણવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. નરેન્દ્રનો પ્રેમ એ ભાષા તરફ દિવસે દિવસે વધતો ગયો અને તે એટલો વધ્યો કે તે વિવેકાનંદ તરીકે બહાર પડ્યો ત્યારે સંસ્કૃત ભાષાના મોટા અભ્યાસી અને હીમાયતી તરીકે પ્રખ્યાત થયો; અને