આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭૯
ફરીથી અમેરિકા જવું.

વિચારોમાં અથવા તો નિદ્રા, આળસ કે વૃથા વિચારોમાં નહિ પડી જતાં લોકસેવાનાં પોતાને માફક આવે એવાં ઉમદા કાર્યોમાંજ નિસ્કામભાવથી તમારા તન મનને જોડવું જોઈએ. તમારે ઋષિઓ બનવું જોઇએ. ખરો માણસ તો તેજ છે કે જે શરીરે ઘણો બળવાન છતાં જેનું હૃદય સ્ત્રીના જેવું કોમળ છે. તમારા મનમાં તમારા મંડળસંઘને માટે ઘણું માન હોવું જોઈએ. તમારે પુરેપુરા આજ્ઞાંકિત થવું જોઇએ. ઉપર પ્રમાણે સર્વેને બોધ આપીને સ્વામીજી પોતાની માફક અત્યંત પ્રેમથી સર્વે તરફ જોઈ રહ્યા અને સર્વેને આશિર્વાદ આપ્યો.

હવે અમેરિકા જવાનો દિવસ આવ્યો. પરમસાધ્વી માતાજી શારદાદેવીએ સ્વામીજીના માનમાં સર્વે સંન્યાસીઓને જમાડ્યા. તેમનો આશિર્વાદ લઈને સ્વામીજી બંદર ઉપર ગયા. ત્યાં તેમને વિદાય આપવા ઘણા મિત્રો એકઠા થયા હતા. સ્વામીજીની સાથે સ્વામી તુરીયાનંદ અને નિવેદિતા પણ જવાનાં હતાં. તુરીયાનંદે અમેરિકામાં વેદાન્તનો બોધ આપવાનો હતો. અમેરિકામાં ઘણા સંન્યાસીઓની જરૂર હતી તેથી સ્વામીજીએ તેમને ત્યાં જવાની આજ્ઞા કરી હતી. વળી નિવેદિતા કલકત્તાની કન્યાશાળાને માટે ફંડ એકઠું કરવા સારૂ જતાં હતાં. સ્ટીમર ઉપડવાનો સમય થતાં સ્વામીજીના મિત્રો અને શિષ્યો ગળગળા થઈ રહ્યા. સ્ટીમર ઉપડી અને તેની સાથે સ્વામીજી પણ સર્વેને આશિર્વાદ આપતા આપતા ઉપડી ગયા.

પ્રકરણ ૫૬ મું – ફરીથી અમેરિકા જવું.

સ્વામીજી કલકત્તેથી મદ્રાસ જઈ ત્યાંથી ઈંગ્લાંડ થઈને પછી અમેરિકા જવાના હતા. તેમની સાથે બહેન નિવેદિતા અને સ્વામી તુરીયાનંદ હતા. તુરીયાનંદ મહા વિદ્વાન અને અધ્યાત્મ વિદ્યામાં