આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


ત્યારેજ તમને શાંતિ આશ્રમનો પુરેપુરો ખ્યાલ આવશે.”

એજ વર્તમાનપત્રનો ખબરપત્રી એકવાર શાન્તિ આશ્રમની મુલાકાત લેવાને ગયો હતા અને તેણે યોગની ક્રિયાઓ શીખવામાં ભાગ લીધો હતો. એ માણસે શાન્તિ આશ્રમની ક્રિયાઓનું વર્ણન નીચે પ્રમાણે આપેલું છે:-

“બીજાઓની માફક મે પણ મારી આંખો બંધ કરી. સવારનો વખત ધ્યાનમાં ગાળવાનો હતો. કેટલીક વાર સુધી તો ચંડોળ પક્ષીનો અવાજ, આઘેથી આવતો ગાયોની ઘંટડીઓનો નાદ, પવનનો મંદ સુસવાટ, સળગાવેલા ધુપની મંદ મંદ વાસ અને સંસ્કૃત શાસ્ત્રના શ્લોકોનું મધુર ઉચ્ચારણ વગેરે સંભળાતું રહ્યું; પણ પછી શાંતિ, નિયમિત પ્રાણાયામ અને બીજી કોઈ અદ્ભૂત વસ્તુ-ગમે તો તેને વાતાવરણ કહો કે ગમે તે કહો, હું તેનું વર્ણન કરી શકતો નથી. તેનાવડે હું મારા ચિત્તમાં અપૂર્વ શાંતિને અનુભવવા લાગ્યો. જાણે કે આખા વિશ્વમાં એક પ્રકારની નિત્ય શાન્તિ, કલ્યાણમયતા અને વિશ્રાંતિ વ્યાપી રહેલાં હોય અને તેમનો હું એક અંશ હોઉં એવો અનુભવ મને થવા લાગ્યો. એ સ્થિતિનું વર્ણન કરવાને મારી પાસે શબ્દો નથી. આવા પવિત્ર વાતાવરણમાં વૃત્તિઓને અંતર્મુખ કરી, અંતઃદૃષ્ટા બની, એકાગ્ર ચિત્તથી એકાદ કલાક સુધી પરમ શાંતિને અનુભવવી એ સ્થિતિનો એક સામાન્ય અમેરિકનને શી રીતે ખ્યાલ આવી શકે ? એ અનુભવ જેને કરી જોવો હોય તે કરી જુએ. અનુભવ કરવા જેવીજ એ વસ્તુ છે. ઓમ્, ઓમ્, ઓમ્ ; જગતના જુનામાં જુના વૈદિક ધર્મના મંત્રો અહીંઆં આ કેલીફોર્નીઆની ખીણમાં ઉચ્ચારાય છે. એ ધર્મ એટલો બધો જુનો છે કે એની ઉત્પત્તિનો સમય પણ જડતો નથી."

આ વખતે સ્વામી વિવેકાનંદની શિષ્યા-નિવેદિતા- ન્યૂયોર્કમાં