આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


મરવાનું પસંદ કરતાં, પણું મદદ કોઈની પાસે માગતાં નહિ. આવાં અનેક કુટુંબોને સ્વામીએ શેાધી કહાડીને તેમને બનતી મદદ પહોંચાડી. વળી સરકારી દુષ્કાળકામોમાં કામ કરવાને કેટલાંક સ્ત્રીપુરૂષો અશક્ત હોવાથી ભુખે મરતાં હતાં, તેમને પણ સ્વામીએ અનાજ પહોંચાડ્યું. આ પ્રમાણે હજારો મનુષ્યોનું રક્ષણ કરવામાં આવ્યું. કીશનગઢમાં સ્થાપેલા સેવાશ્રમમાં જે લોકો ગયા હતા તેમની બરદાશ એક બીજા સ્વામી-ક૯યાણાનંદ-સારી રીતે કરતા હતા. તેમણે સહાયને માટે વર્તમાનપત્રો દ્વારા માગણી કરી હતી અને હિંદુસ્તાન તથા અમેરિકામાંથી વારંવાર પૈસાની જે મદદ આવતી તે વડે તેઓ હજારો મનુષ્યોનાં દુઃખ હરી રહ્યા હતા.

કલકત્તામાં પણ તે વખતે પ્લેગ અને કોલેરા ચાલી રહ્યો હતો. લોકસેવા કરવાનો તે સમય હતો. રામકૃષ્ણ મિશનના સાધુઓ ગરિબ, દુઃખી અને નિરાધારની વારે ધાવાને તત્પરજ હતા. જે ગરિબ મનુષ્ય પોતાનાં ઘર, ગટરો, મહોલ્લાઓ વગેરેને પ્લેગવિનાશક વસ્તુઓ વડે ધોવરાવવાને કે સાફ કરાવવાને પૈસા ખરચી શકે તેવા ન હતા, તેમનાં મકાનો, ગટર, મહોલ્લાઓ વગેરેને એ સાધુઓ જાતેજ સાફ કરવા લાગ્યા. બે મહિના સુધી એ સાધુઓએ ગંદા મહોલ્લાઓમાં કામ કર્યા કર્યું અને લગભગ ૧૩૦૦ ઝુંપડાંઓ અને ૪૦ મકાનો તેમણે સાફ કર્યો. ૧૬૦ ગાડાં ભરીને ગંદો કચરો બહાર ક્રાઢી નાંખ્યો અને પ્લેગ તથા કોલેરાના બનાવોથી દુષિત થએલાં ૨૪ મકાનોને પ્લેગવિનાશક વસ્તુઓથી ધોઈ નાખ્યાં. આ પ્રમાણે કલકત્તામાં આ આપત્તિના સમયમાં રામકૃષ્ણ મિશનના સાધુઓએ જીવનું જોખમ વેઠીને જે નિઃસ્વાર્થ મદદ આપી તેને માટે શહેરસુધરાઈએ તેમનો ઘણોજ આભાર માન્યો. બે મહિના પછી રામકૃષ્ણ મિશનના પરદુઃખભંજન સાધુઓ શોભાબજાર પરોપકારી સભા સાથે મળીને