આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯૯
બેલુર મઠમાં જીવન.


જેટલી પણ હવે તમારી કિંમત રહી નથી. આવો ફળફુલથી લચી પડતો સુંદર દેશ તમને મળ્યો છે અને બીજા દેશો કરતાં સેંકડો ગણાં અનાજ અને ફળફુલ ઉત્પન્ન કરી આપે એવી કુદરત તથા ઋતુઓ તમને પ્રાપ્ત થયેલી છે તો પણ અન્ન અને વસ્ત્રો માટે તમારે હાય હાયજ કર્યા કરવી પડે છે. એકવાર જે દેશનાં અન્ન અને જ્ઞાન જગતના સમસ્ત દેશોમાં પ્રસરી રહ્યાં હતાં તેજ દેશની આ તે કેવી દુર્દશા ! તિરસ્કાર પામેલાં કૂતરાંઓ કરતાં ૫ણ અધિક દુર્દશા થવા છતાં હજી પણ તમારી આંખો કેમ ઉધડતી નથી ? આટલું આટલું વીતવા છતાં પણ તમે હજી તમારા ધર્મ કર્મની મોઢાની બડાઈ હાંકવામાંથી નવરાજ થતા નથી. જે જાતિ પોતાને હાથે પોતાનાં સામાન્ય અન્ન વસ્ત્રને પણ મેળવવા જેટલી જોગવાઈ કરી શકતી નથી અને જેને નજીવી વસ્તુઓ માટે બીજાના મુખ સામે જોયા કરવું પડે છે તેને તે વળી બડાઈ હાંકવા જેવું શું હોય ? તમારાં એ મોઢાનાં ધર્મકર્મને હવે ગંગામાં વહેતાં મૂકી દો અને સૌ પહેલાં જીવનસંગ્રામમાં આગળ વધો. ભારતદેશમાં કેટલી કેટલી વસ્તુઓ થાય છે ? વિદેશી પ્રજા તમારા જ દેશમાંથી કાચો માલ લઈ જાય છે અને તમારાજ પ્રતાપે સોનું કમાય છે. તમને ગુલામની માફક ભાર ખેંચ્યા કરવા સિવાય બીજું સૂઝતું જ નથી. તમે લોકો બુદ્ધિની આડાં બારણાં વાસીને ઘરનું ધન બીજાઓને આપી દો છો અને પછી અન્ન અન્ન કરતા ભુખ્યા ટળવળો છો.”

ખરેખર સ્વામીજીનું ચારિત્ર્ય અને કથન શિક્ષણની શાળા હતી, નીતિની તે માળા હતી અને પ્રેમનું તે શ્રેષ્ઠ સ્વરૂ૫ હતું. તે શિક્ષણ સ્વદેશાભિમાનની સાક્ષાત મૂર્તિ હતી અને બ્રહ્મચર્યનો પૂર્ણ પ્રતાપ તે દર્શાવતું હતું. ચારિત્ર્ય, ચારિત્ર્ય, મનુષ્યત્વ, મનુષ્યત્વ, બસ શ્રેષ્ઠ મનુષ્યત્વને પ્રાપ્ત કરો, એમજ તે શિક્ષણ કહી રહ્યું હતું. કર્મ, યોગ, ભક્તિ,