આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨૩
મહાસમાધિ.


દિવસે આગ્રહ કરીને પોતાના એક શિષ્યને તેમણે જાતેજ ખાવાનું પીરસ્યું અને જમી રહ્યા પછી જાતેજ પાણી રેડીને તેના હાથ ધોવરાવ્યા તથા એક રૂમાલ વડે લૂંછી નાખ્યા. સ્વાભાવિક રીતે જ બીજા શિષ્યોએ તે કામ કરવા ઇચ્છ્યું હતું, પણ સ્વામીજીએ જવાબ આપ્યો હતો કે, જિસસ ક્રાઈસ્ટે પોતેજ તેમના શિષ્યોના પગ ધોયા હતા. સને ૧૯૦૨ના જુલાઈની ૪ થી તારીખ તેમણે દેહત્યાગ માટે જાણે પ્રથમથી જ નક્કી કરી રાખી હતી.

જીવનના એ છેલ્લા દિવસે સ્વામીજી બહુજ ગંભીર દેખાતા હતા. હમેશ કરતાં એ દિવસે તે વધારે વહેલા ઉઠ્યા હતા. એ દિવસે તેમનું સઘળું કાર્ય બહુજ વિચારપૂર્વક થતું હોય તેમ લાગતું હતું. સવારમાં ચાહ પીધા પછી સ્વામીજી મઠના ઠાકુરઘરમાં ગયા અને ત્યાં આઠ વાગ્યાથી અગીઆર વાગતા સુધી સઘળાં બારીબારણાં અંદરથી બંધ કરીને ધ્યાનસ્થ રહ્યા.

પરમાત્મધ્યાનની એ ઉન્નત અને દિવ્ય અવસ્થા ભોગવ્યા પછી તેઓ સંપૂર્ણ જ્ઞાન અને ભક્તિથી ભજન ગાવા લાગ્યા. ભજન ગાતે ગાતે પણ તેમનો પુણ્યાત્મા પરમાત્મા પ્રેમનીજ મસ્તી અનુભવી રહેલો જણાવા લાગ્યો.

ઠાકુરધરમાંથી નીચે આવ્યા પછી સ્વામીજી મઠના વિશાળ ચોકમાં આમતેમ ફરવા લાગ્યા. આ વખતે તેમનું ચિત્ત કેવળ અંતર્મુખ થઈ રહ્યું હતું. તેમનું મન તદ્દન ઉન્નત અવસ્થાને ભોગવી રહ્યું હતું. આમતેમ ફરતાં ફરતાં મનમાં અનેક ઉચ્ચ વિચાર ચાલી રહ્યા હતા. વિચારોનું બળ એટલું પ્રબળ હતું કે વિચાર કરતાં મોઢેથી પણ કોઈ કોઈવાર કંઈક બોલી જતા હતા. તે વખતે સ્વામી પ્રેમાનંદ નજીકમાંજ ઠાકુરઘરના ઓટલા ઉપર ઉભા હતા. વિચારમાંને વિચારમાં સ્વામીજી એટલું માટેથી બોલતા હતા કે તેમના બધા શબ્દો સ્વામી