આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨૯
ઉપસંહાર.


એકત્ર થયા હશે. સુંદર અને મોહક આકૃતિ, દિવ્ય ચારિત્ર્ય, આનંદી સ્વભાવ, હસમુખો ચહેરો, સમયાનુસાર ટોળ અને હાજર જવાબીપણું, વિવિધ વિદ્યાકળાઓનું જ્ઞાન, વક્તૃત્વશક્તિ, સ્વદેશાભિમાન, દીન અને દુઃખીને માટે અત્યંત લાગણી, ઉંડો શાસ્ત્રપ્રવેશ, બીજાનું ભલું કરવાની તીવ્ર ઈચ્છા, તપ, ભક્તિ, વિનય, અબાધ્ય શક્તિ, અજેય મનોબળ, ધ્યાનનિષ્ઠા, અખંડ બ્રહ્મચર્ય, જીતેંદ્રિયપણું, કીર્તિ માટે બેદરકારી, શરીર, બુદ્ધિ અને હૃદયનો એક સરખો વિકાસ, દીર્ધદ્રષ્ટિ અને આત્મસાક્ષાત્કાર-આવા અનેક મહાન ગુણ સ્વામી વિવેકાનંદમાં એક સાથે વાસ કરી રહ્યા હતા. પૂજ્યપાદ શ્રીશંકરાચાર્ય જેવો બુદ્ધિવૈભવ અને ભગવાન બુદ્ધના જેવો માનવપ્રેમ તથા દયાળુ હૃદય તેઓ ધરાવતા હતા.

મહાન ક્રાઈસ્ટ જેવા તે નમ્ર અને સ્વામીભક્ત મહાવીર હનુમાન જેવા ગુરૂભક્ત હતા. ભગવદ્ ભક્તિમાં તે નારદ જેવા અને ધૈર્ય તથા કર્મ યોગમાં અર્જુન જેવા હતા. શાસ્ત્રોમાં ભગવાન વ્યાસ જેવા પ્રવીણ અને બ્રહ્મચર્યમાં બાલયોગી શુક જેવા પવિત્ર હતા.

નિજ સ્વરૂપને ઓળખી પોતાની સ્વાભાવિકિ નિત્યશુદ્ધતા અને મુક્તતાના ભાનપૂર્વક જગતના કલ્યાણમાં સતત્ પ્રવૃત્ત રહેવું, એને જ એ ખરો સંન્યાસ કહેતા. લોકકલ્યાણના કાર્યમાં પણ “હું નિત્ય છું, શુદ્ધ છું, મુક્ત છું,” એવા અનુભવયુક્ત ભાનની મનુષ્યને બહુજ આવશ્યકતા છે; કારણકે ગુલામની માફક શારીરિક વાસનાઓથી બધ્ધ થઈ રહેલો મનુષ્ય કોઈ પણ મહત્ કાર્યને ઉત્તમ રીતે પાર પાડી શકતો નથી. आस्मन: मोक्षाय जगद्विताय च । એ સ્વામીજીના જીવનનો મહામંત્ર હતો.

ભારતવર્ષના ઉદ્ધાર માટે સ્વામીજી આખો દિવસ તેમજ રાત્રિ પણ લખવામાં, વાંચવામાં, મનન કરવામાં અને બીજાઓને બોધ