આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪૩
ઉપસંહાર.


માર્ગ શોધી લેવાને સંપૂર્ણ આત્મશ્રદ્ધાથી અને નવીન બળથી વહેતા કરો એજ તેમના સંન્યાસનો મર્મ હતા. તેમને મન હિંદ આર્યત્વથી ભરપુર હતું. હિંદના યુવાનો આધુનિક મોજશોખના પ્રયોગો ભલે કરે. શું તેમને તે કરવાનો હક નથી ? શું તેમનું મન પાછું હઠશે નહિ ? હિંદનું ખરું જીવન નૈતિક, ભવ્ય અને આધ્યાત્મિક છે. જે પ્રજા પવિત્ર ગંગાને કિનારે મૃત્યુને ભેટે છે તે યાંત્રિક શક્તિઓના ભપકાથી લાંબા વખત સુધી અંજાયેલી રહેવાની નથી.”

“બુદ્ધે સંન્યાસનો બોધ કર્યો અને એ સૈકામાંજ હિંદ એક સંપૂર્ણ બૌધ મહારાજ્ય બની રહ્યું. એકવાર ફરીથી એ શક્તિને અને એ સંન્યાસને તેની નસોમાં વ્યાપી રહેવા દો અને તેની નવીન જાગૃત થએલી આધ્યાત્મિક શક્તિ આગળ પૃથ્વી ઉપરની સત્તા ટકી શકશે નહિ. ફક્ત પોતાના ખરા જીવનમાંજ હિંદને જીવન જડશે; અને અનુકરણમાં નહિજ. પોતાના પ્રાચીન સમય અને સ્થિતિના ભાનથીજ ભારતવર્ષ પ્રેરિત થશે અને નહિ કે પરદેશીઓથી.”

સ્વામીજીને મન ભારતવર્ષની દરેક વસ્તુ પવિત્ર લાગતી. તેમની દૃષ્ટિએ તેમાં ઉંડો અર્થ સમાઇ રહેલી લાગતો, મૂર્તિપૂજા, વીરપૂજા અને પ્રકૃતિપૂજાને ઘણી યુક્તિ, તર્ક અને ઉંડા જ્ઞાનવડે તે સમજાવતા અને તેમના ઉપર નવોજ પ્રકાશ પાડતા. એકવાર પ્રકૃતિપૂજા વિષે બોલતાં તેમણે કહ્યું હતું કે:―

“હું પોતે તેજ કરું છું. તમે જોતા નથી કે એ જડ પદાર્થની પૂજા નથી ? તમારા હૃદય વજ્ર જેવાં કઠણ થઈ ગયેલાં છે અને તેથી તમે જોઈ શકતા નથી કે બાળક ખરૂં જ કરે છે. બાળક સર્વત્ર જડમાં જીવોનેજ જુએ છે. જ્ઞાનને લીધે આપણામાંથી બાળકની તે દૃષ્ટિ ખશી જાય છે, પણ આખરે ઉચ્ચ જ્ઞાનને પ્રાપ્ત કરીને