આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬૧
ઉપસંહાર.


એમને ઘણું જ પસંદ છે. જળના ધેાધનો સંગીતમય સ્વર તેમની આધ્યાત્મિક વૃત્તિને પરમ સત્ય અને સ્વાતંત્ર્યમાં તરબોળ કરી દેતો હતો તેમાં હર, હર, ઓમ, ઓમ એજ શબ્દો તેમને સંભળાતા હતા.

બહેન નિવેદિતા લખે છે કે “સમાજમાં વાતચીત કે ગમ્મત કરતાં પણ કેટલીક વાર તેઓ ભાવસમાધિમાં આવી જતા. તેમની આંખો એ વખતે સ્થિર થઈ જતી અને શ્વાસ ઘણોજ ધીમેથી લેવાતો રહીને પછી એકદમ અટકી જતો. કેટલીક વાર પછી વળી પાછો શ્વાસ ધીમે ધીમે શરૂ થતો. તેમના મિત્રો એ બાબત જાણતા હોવાથી એવે પ્રસંગે તરતજ તેમને માટે યોગ્ય સગવડ કરતા.”

અત્યંત ભવ્ય અને મોહક ચ્હેરા ઉપરાંત તેમનો સ્વર પણ કોકિલ જેવો મધુર હતો. તે અનેક રાગ રાગણીઓ જાણતા અને ગાતા. સંગીતની તેમણે સારા સારા ગવૈયાઓ પાસે તાલીમ લીધેલી હતી. તેમનું સંગીત કર્ણપ્રિય હતું. જ્યારે તે ગાતા ત્યારે જાણે કે સારંગી વાગતી હોય એમજ ભાસ થતો. એ કળાને તેમણે ઘણી જ ખીલવી હતી. તેમનો નાદ પણ વધારે હતો. સંગીત પાંચમો વેદ ગણાતો હોઈને પ્રભુભક્તિમાં ચિત્તને એકાગ્ર કરવાના સર્વોપરી સાધન તરિકે લેખાય છે. સ્વામીજી એવાજ ઉદ્દેશથી એ કળામાં નિષ્ણાત થયા હતા. એમનું ગાયન સાંભળવાથી શ્રોતાઓ ખાવા પીવાનું પણ વિસરી જતા અને શ્રીરામકૃષ્ણ તો તે સાંભળીને સમાધિમાંજ ગરક થઈ જતા. તેમનું સંગીત ઉંડાણમાંથી નીકળતું આત્માનુંજ ગાન હતું.

એક ટીકાકારે લખેલું છે કે “હું જાતે સંગીતનો શોખીન છું. મેં ઘણા ગવૈયાઓને સાંભળ્યા છે તો પણ મારો મત એવો છે કે, સંગીતકળામાં સ્વામી વિવેકાનંદ જેવો કોઈપણ નિષ્ણાત નથી. સ્વામીજી જ્યારે ગાતા ત્યારે એમનો મધુર સ્વર એમના અંતરાત્માના મિષ્ટ ગાન સાથે ભળી જતો અને એથી કરીને શ્રોતાઓ એટલા બધા