આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬૩
ઉપસંહાર.


પણ સ્વામીજીએ નિહાળ્યું હતું કે જ્યાં જ્યાં ધર્મનો ઉદય થયેલો છે ત્યાં ત્યાં કલા, વિદ્યા અને સાહિત્યનો પણ ઉદય થયેલોજ છે. બુદ્ધના આગમન પછી શિલ્પવિદ્યા ઘણી ખેડાઈ હતી. શ્રીચૈતન્યના પ્રાગટ્ય પછી મૃદંગ સાથે કીર્તન કરવાની ચિત્તાકર્ષક કલા ઉત્પન્ન થઈ રહી હતી.

કલાના વિવેચક તરિકે સ્વામીજી પ્રસિદ્ધ હતા. તેમણે સંગીત, ચિત્ર, શિલ્પ, વગેરે અનેક કલાઓ ઉપર પોતાના અભિપ્રાયો દર્શાવ્યા છે. સને ૧૮૦૦માં પારિસમાં ભરાયેલા પ્રદર્શન વખતે શિલ્પકળાના એક નમુના ઉપર તેમણે પોતાનો જે અભિપ્રાય દર્શાવ્યો હતો તે જગજાહેર છે. એ પ્રદર્શનના રિપોર્ટમાં સ્વામીજીનું વિવેચન છપાયું હતું. વિવેચન કર્યા પછી તેમણે શિલ્પકલાનાં સામાન્ય લક્ષણો સમજાવ્યાં હતાં. તેમણે જે લખ્યું હતું તેમાંનો કંઇક ભાગ નીચે આપવામાં આવે છે:―

“કલાકાર અજાણ્યા પ્રેક્ષકની આગળ કુદરતનું સૌંદર્યે ઉઘાડું કરે છે. જેમ મનુષ્યનો ચ્હેરો તેના હૃદયની ભિન્ન ભિન્ન લાગણીઓ અને ભાવોને પ્રગટ કરે છે તેમજ કુદરતનો એ દેખાવ પણ કલાકારની વૃત્તિમાં જુદા જુદા વિચારો અને ભાવોને ઉત્પન્ન કરે છે. પોતાના પ્રિય પૂજક કલાકારની આગળ કુદરત પોતાની શોભાના અનંત ભંડાર ખુલ્લા મૂકે છે. શરમાતી કુદરતના મુખ ઉપરથી વહી જતાં વિવિધ સૌંદર્યોમાંનાં કેટલાંકને કલાકાર ગ્રહી લે છે અને તેમને નિત્ય સ્વરૂપ આપે છે.”

ઉપલા નમુનામાં (સ્વામીજીએ જે નમુના ઉપર આ અભિપ્રાય આપ્યો હતો તે નમુનામાં) પુરૂષની પૂજ્યભાવવાળી દૃષ્ટિ, તેના શરીરનો મરોડ અને મસ્તકની સ્થિતિ તેમજ તેના દરેક અવયવનું વલણ, આ સર્વ કલાકાર અને કુદરત એ બંને વચ્ચેનો સંબંધ દર્શાવે છે. જે મનુષ્ય એ પ્રમાણે બાહ્ય અને આંતર્ જગતના સંબંધોને