આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭૧
ઉપસંહાર.


છે; કારણકે જગતને એમની એક વાક્યતા બતાવવાને માટેજ મારો જન્મ છે.” એ સાંભળીને શ્રોતાઓ તો સ્તબ્ધજ બની ગયા. પછીથી સ્વામીજીએ એ ત્રણે વાદની એક વાક્યતા કરી બતાવી હતી. એકવાર રામનદના રાજાના દરબારમાં પંડિતો સાથે સ્વામીજી શાસ્ત્રચર્ચા કરી રહ્યા હતા ત્યારે પંડિતોએ પરમાત્માના સાક્ષાત્કારની અશક્યતા દર્શાવી હતી, ત્યારે સ્વામીજીએ કહ્યું હતું કે “નિર્વિકલ્પ સમાધિમાં મેં પરબ્રહ્મનો સાક્ષાત્કાર કરેલો છે. હું વેદોનો સાક્ષી છું.”

જ્યારે અમેરિકાના મિશનરીઓ સ્વામીજીની વિરૂદ્ધ ખોટા સમાચાર ફેલાવી રહ્યા હતા અને તેમના કાર્યને ભાંગી પાડવાને મથી રહ્યા હતા ત્યારે તે બાબતની ખબર એક શિષ્યે તેમને હિંદમાં આપી હતી. તેના જવાબમાં સ્વામીજીએ લખ્યું હતું કેઃ—

“મનુષ્યો શું કરી શકે તેમ છે ? પ્રભુ મારી સાથે છે. હું અમેરિકામાં અને ઇંગ્લાંડમાં હતો ત્યાં પણ પ્રભુ મારી સાથે હતા અને હિંદમાં જ્યારે હું અજ્ઞાનપણે અહીં તહીં ભટકતો હતો ત્યારે પણ પ્રભુ મારી સાથે હતા. તે પાદરીઓ શી વાતો કરે છે તેની મને શી દરકાર છે ? “જે પરમાત્મા ઉચ્ચ અને નીચ સર્વમાં રહેલો છે, જે સંત અને પાપીમાં પણ રહેલો છે, જે દેવમાં અને કીડામાં પણ છે; તેજ દૃશ્ય, અદ્રશ્ય, સત્ય, વિભુ, પરમાત્માને ભજો અને સર્વે બંધનોને તોડી નાંખો.”

“મારા વ્હાલા ! હું જે કહું છું તેથી બ્હીશ નહિ, કારણ કે મારામાં રહેલી શક્તિ વિવેકાનંદની શક્તિ નથી, પણ તે સાક્ષાત પ્રભુની છે અને તે સઘળું જ જાણે છે. આ પ્રમાણે બસ સામર્થ્ય, સામર્થ્ય અને સામર્થ્ય, એ જ એમનું જીવન અનુભવી રહ્યું હતું. તેમના પત્રો અને લેખો જણાવે છે કે તેમનું હૃદય કેવું વિશાળ હતું; જુદા જુદા વિષયો ઉપર તે કેવું નવું અજવાળું પાડી