આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭૩
ઉપસંહાર.


હતા તેઓ કોઈ દિવસ અનુભવશેજ કે તેમણે પ્રભુના ખરેખરા અવતારનાંજ દર્શન કરેલાં છે.” જે મારે મન તો એ “ક્રાઇસ્ટજ” હતા. તેમનો દિવ્ય અને અદ્‌ભૂત આત્મા મારા હૃદયમાં બીજી સઘળી વસ્તુઓ કરતાં અધિક પ્રકાશે છે. તેમનો મહાન અને ઉદાર આત્મા તેજસ્વી સૂર્ય, કે અવકાશમાં વિચરી રહેલા વાયુ જેવો સ્વતંત્ર હતો.”

“કોઈપણ અધમમાં અધમ પ્રાણી, મનુષ્ય કે પશુ એવું નહિ હોય કે જેને સ્વામીજી ગમ્યા નહિ હોય. તે ગરિબ અને અધમને બોધ કરતા એટલુંજ નહિ પણ રાજકુંવરી, રાજાઓ અને મોટા પૃથ્વીપતિઓને પણ કરતા. મોટા મોટા પંડિતો, પ્રોફેસરો, અર્થ શાસ્ત્રીઓ, કલાકારો, વિજ્ઞાનશાસ્ત્રીઓ, મહા વિચારકો, નેતાઓ, ધર્મગુરૂઓ, બુદ્ધિશાળી પુરૂષો, તત્વજ્ઞાનીઓ અને કવિઓ સર્વેને માટે તેમણે બોધ આપેલો છે અને સર્વે ઉપર અસર ઉપજાવી છે. વિવેકાનંદે અખિલ વિચાર સૃષ્ટિને તેના ઉંચામાં ઉંચા વાતાવરણમાં હલાવી મૂકી છે.”

“મોટા મોટા ધર્મગુરૂઓ તેમની આગળ પૂજ્યભાવથી નમન કરતા. અનેક પામર અને સામાન્ય મનુષ્યો તેમનાં વસ્ત્રોના છેડાને પૂજ્યભાવથી ચુંબન કરવાને તેમની પાછળ પાછળ જતા. પોતાના જીવનકાળમાં સ્વામી વિવેકાનંદ જેટલો બીજો કોઈ પણ મનુષ્ય પુજાયો નહિ હોય. જે થોડાં અઠવાડીયાં હું તેમની સાથે રહેલો છું અને તે દરમીયાન તેમને મેં જેટલા ઓળખ્યા છે તેટલા તેમને બીજું કોઈ ભાગ્યેજ ઓળખતું હશે.”

“ઘણાએ મને પ્રશ્ન કરેલો છે કે “આવો મહાન અને સારો મહાત્મા કેમ આ જગતમાંથી ચાલી જાય?” મેં તેમને કહ્યું છે કે “તે કેમ જાય નહિ?” તેનું કાર્ય પુરૂં થયું હતું. એમની અગાધ શક્તિ સાથે સરખાવવાને માટે એક તો શું પણ વીસ, રે, સો પણ સાધારણ