આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


માનવ શરીરો બસ નથી. આવી વિલક્ષણ બુદ્ધિ અને આધ્યાત્મિકતાથી સખતમાં સખત પથ્થરનાં હૈયાં પણ પીગળૌજ જાય.”

વળી ખરું જોતાં તો “વિવેકાનંદ જગતમાંથી ગયાજ નથી; તે સદાએ આપણી સાથેજ છે. તે મને સુખ અને દિલાસો આપી રહેલા છે. અખિલ વિશ્વના તે મોટા ભાઈ છે. ”

બુદ્ધ ધર્મના ઉદયકાળમાં બૌદ્ધ સાધુઓએ નીતિ, દયા, પવિત્રતા અને શાંતિનો ઉપદેશ કર્યો અને પરિણામ એ આવ્યું કે હજારો મનુષ્યો બુદ્ધ ધર્મના અનુયાયીઓ થઈ રહ્યા, પણ સમય જતાં બૌદ્ધ ધર્મના ઉપદેશકો ચારિત્ર્યહિન થતા ચાલવાથી તે ધર્મ અધોગતિને પામતો ગયો અને તેથી કરીને ધર્મનો પુનરોદ્ધાર કરનાર મનુષ્યની ભારતવર્ષને ખોટ પડી. આખરે મહા બુદ્ધિશાળી પૂજ્યપાદ ભગવાન શંકરાચાર્યનો જન્મ થયો અને તેમણે વેદાન્તની દૃષ્ટિએ વેદનો અર્થ સમજાવીને હિંદુ ધર્મને સ્થિર પાયા ઉપર લાવી મૂક્યો. ઉપનિષદોમાં વર્ણવેલા અદ્વૈતવાદનું યથાવત્ નિરૂપણ કરીને તેમજ બૈદ્ધ ધર્મની ખામીઓ દર્શાવીને અનેક પંથના નેતાઓને તેમણે મ્હાત કર્યા અને ભારતવર્ષમાં અદ્વૈતવાદનો ભગવો ઝંડો ફરકાવ્યો તેમના પછી રામાનુજ, મધ્વ, ચૈતન્ય, કબીર, નાનક સર્વે પ્રભુપ્રેરિત આચાર્યો સમયે સમયે ઉત્પન્ન થયા અને તેમણે પ્રભુમાં શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિના ઉંચાં સિદ્ધાંતો લોકોના મનમાં ઠસાવ્યા. શ્રીમદ્ શંકરાચાર્ય પછી, હિંદ, ઇંગ્લાંડ અને અમેરિકામાં અદ્વૈતવાદનો ભગવો ઝંડો ફરકાવવાનું અને સર્વેના સંશયો તોડી જીવનના મહા પ્રશ્નોનું નિરાકરણ કરવાનું માન તો વિવેકાનંદનેજ ઘટે છે. શ્રી શંકરાચાર્યે બૌદ્ધ ધુર્મ ઉપર વિજય મેળવ્યો અને સ્વામી વિવેકાનંદે જડવાદ ઉપર જય મેળવ્યો.

કોઈપણ સાધુની મહત્તા ક્યારે અંકાય છે ? જ્યારે તેના