આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭૫
ઉપસંહાર.

 પ્રયાસમાં તેને જય મળે છે અને તે વિષયી તથા અશ્રદ્ધાળુ મનુષ્યોને પણ સદ્‌ગુણી અને પ્રભુપરાયણ બનાવી મૂકે છે ત્યારેજ ખરેખરૂં કહીએ તો કોઈ પણ સાધુ લોકપ્રિય ત્યારેજ થાય છે કે જ્યારે તેનું જીવન અને હાજરી આસપાસના મનુષ્યોના સ્વભાવ અને ચારિત્ર્ય ઉપર અસામાન્ય અસર ઉપજાવે છે. જે માણસે શ્રીરામકૃષ્ણ પરમહંસનું જીવનચરિત્ર વાંચેલું છે, તેને પૂછવામાં આવે કે તેમના જીવનનો કયો પ્રસંગ શ્રેષ્ઠ કહી શકાય ? તો તે તરત જવાબ આપશે કે જે મનુષ્યોએ કોઈપણ પ્રકારના દુર્ગુણને છોડ્યો નથી એવા અધાર્મિક અને વિષયી મનુષ્યોને શ્રદ્ધાળુ અને પ્રભુપરાયણ બનાવી મૂક્યા તે પ્રસંગ. શ્રીરામકૃષ્ણ, ચૈતન્ય અને બીજા સાધુઓએ પોતાના દિવ્ય પ્રેમ, મૃદુ શબ્દો અને હેતાળ સ્વભાવથી અનેક લંપટ પુરૂષોને ઠેકાણે આણ્યા છે એ વાત સૌને વિદિત છે. સ્વામી વિવેકાનંદે આ કરતાં પણ વધારે મહત્વનું કાર્ય બજાવ્યું છે.

જે માણસો ધર્મમાંથી અને પ્રભુમાંથી શ્રદ્ધાનો ત્યાગ કરીને બેઠેલા હતા; જેમણે જડવાદનો સ્વીકાર કરેલો હતો. જે પરદેશીઓ હતા; જેમની ભાષા પણ પરદેશી હતી; જેમને હિંદુધર્મને ધિક્કારવાનું ન્હાનપણથી શિખવવામાં આવેલું હતું અને જેમના મન ઉપર ભૌતિક વિજ્ઞાનશાસ્ત્રની અસામાન્ય ખીલવણીની ઘણી ભારે અસર થઇ રહેલી હતી; તેવાં મનુષ્યોના હૃદય પટ ઉપર હિંદુધર્મની મહત્તાની ઊંડી છાપ પાડવી અને તેમાંના અનેકોને હિંદુ ધર્માવલંબી બનાવવા એ કાર્યની મહત્તા કેટલી આંકવી ? આવા અતિ મહત્વનું કાર્ય સાધવાને સ્વામી વિવેકાનંદ શક્તિવાન થયા હતા. ઇંગ્લાંડ અને અમેરિકામાં આ અતિ અસામાન્ય કાર્ય સાધીને તેમણે ભારે ફતેહ મેળવી હતી. જે ભૂમિ પૈસાથીજ મનુષ્યની કિંમત આંકી રહેલી છે; જ્યાંના મનુષ્ય ઐહિક સુખનાં સાધનો મેળવવા પાછળજ પોતાનું તમામ લક્ષ આપી