આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


પગ આગળ વિદ્યાર્થી તરિકેજ બેસી રહો ત્યાં સુધી બંનેની વચમાં સમાનતા ઉદ્દભવી શકે નહિ. જો તમારે અંગ્રેજો કે અમેરિકનોના સમોવડીઆ થવું હોય તો તમારે તેમની પાસેથી કંઈક શીખવું અને તેમને પણ કંઇક શિખવવું; અને અખિલ વિશ્વને સૈકાના સૈકા સુધી શિખવાય એવું પુષ્કળ તમારી પાસે છે.”

પાશ્ચાત્ય પ્રદેશોમાં વિચરીને ત્યાંની સ્થિતિ જોયા પછી સ્વામીજીએ કહ્યું છે કે “પોતાની સંસ્કૃતિ સંપૂર્ણ બનાવવાને માટે અખિલ વિશ્વ ભારતવર્ષના અમુલ્ય ધાર્મિક ખજાનાની રાહ જોઈ રહ્યું છે. હજારો વર્ષથી દુ:ખ અને અધમ દશાને ભોગવતાં છતાં પણ હિંદુ પ્રજાએ જે ખજાનાને પોતાની છાતી સરસો દાબી રાખેલો છે તે ખજાનાની રાહ જગત જોઈ રહેલું છે. તમારા બાપદાદાઓના ખજાનાને માટે હિંદની બહારના લોકો કેટલા બધા ઉત્સુક બની રહેલા છે તેની તમને ખબર નથી. ભારતવર્ષમાં આપણા બાપદાદાઓએ જે અખૂટ અમૃત એકઠું કરી મૂકેલું છે તેનું પાન કરવાને બહારના લોકો હાથ લાંબો કરીને રાહ જોઈ રહેલા છે. તેમના હૃદયની પીડાને તમે સમજતા નથી, તેથી કરીને આપણે બહાર જવું જોઈએ. તેમને જે આપવાનું હોય તે આપણે લેવું અને બદલામાં આપણી આધ્યાત્મિકતા તેમને આપવી. આત્મા સંબંધીના અદ્‌ભૂત વિચારોને આપણે આપીશું અને તેના બદલામાં ભૌતિક પદાર્થો સંબંધી ઉત્તમ શેાધોને આપણે ગ્રહીશું.”

હાલની ન્યૂયોર્ક અને સાનફ્રાન્સીસ્કોની વેદાન્ત સમાજોના રિપોર્ટ વાંચવાથી સહજ સમજાશે કે સ્વામી વિવેકાનંદનું ધારવું કેટલું બધું ખરું હતું. અમેરિકામાં ઘણા લોકો આર્ય તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો શિખવાને વેદાન્ત સમાજોમાં જાય છે, તેનું એજ કારણ છે