આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


ન હોતું. તે તેમનામાં સ્વતઃસિદ્ધજ હતી. તેમનું આખું જીવન સ્વદેશપ્રીતિનો સાચો જુસ્સો જ છે. તેમણે પોતાના એક શિષ્યને લખ્યું હતું કે; “તમે તમારા દેશી ભાઈઓને ચાહો છો? તમારે પ્રભુને બીજે ક્યાં શોધવા? આ સઘળા ગરિબો, દુઃખીઓ અને નબળાઓ શું દેવો નથી ? પ્રથમ તેમની પૂજા કેમ કરતા નથી ? ગંગાને કિનારે કુવો ખોદાવવાને શા માટે જાઓ છો? તમારામાં પ્રેમ છે? જો હોય તો તમે સર્વ શક્તિમાન છો. તમે પુરેપુરા નિઃસ્વાર્થી છો? જો હો તો તમે અબાધ્ય છો. તમારા દેશને વીર પુરૂષોની જરૂર છે. વીર પુરૂષો થાઓ. મારા દિકરા ! મને પ્રભુમાં અને મનુષ્યમાં શ્રદ્ધા છે. દુઃખીઓને મદદ કરવામાં મને શ્રદ્ધા છે. બીજાઓની સેવા કરતાં નર્કમાં જવું પડે તો ત્યાં જવામાં પણ મને વિશ્વાસ છે. હું ગરિબ છું, ગરિબને ચાહું છું ! તેમને જ્ઞાન કોણ આપશે ? તેમને તમે દેવ તરિકે માનો; તેમનો વિચાર કરો; તેમને માટે કાર્ય કરો અને તેમને માટે પ્રાર્થના કરો. પ્રભુ તમને રસ્તો બતાવશે. જેનું હૃદય ગરિબોને માટે દુ:ખી થાય છે તેનેજ હું મહાત્મા કહું છું ?”

એક વખતે સ્વામીજીએ હિંદના નેતાઓ વિષે લખ્યું હતું કે:- “આ ભયંકર દુષ્કાળ, રેલ, રોગ અને મરકીના દિવસોમાં ક્યાં છે તમારા કોંગ્રેસવાળાઓ? ‘અમને સ્વરાજ્ય આપો’ એટલું જ કહેવાથી શું બસ થશે ? તેમનું કહેવું કોણ સાંભળનાર છે? જે માણસ કાર્ય કરી રહ્યો છે તેને કશુંએ માગવા માટે શું મોં ઉઘાડવું પડે છે ? જો તમારા જેવા બે હજાર મનુષ્યો જીલ્લાઓમાં કામ કરનારા હાય તો શું અંગ્રેજોને પણ રાજકિય બાબતોમાં ઉલટું તમને પૂછવાની જરૂર ન પડે કે ?”

સ્વામીજી પાશ્ચાત્યોના વિજ્ઞાનશાસ્ત્રને શિખવાનું કહેતા હતા, પણ તે શિખીને આપણા ઉમદા આધ્યાત્મિક આદર્શોને ત્યજી નહિ