આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


પણ સાધુ ઉત્પન્ન કરશે, જ્યાં સુધી હિંદમાં સંન્યાસને માન આપવામાં આવશે અને લોકો પાશ્ચાત્યોના ખોટા અનુકરણમાં મોહિત થઈ જશે નહિ ત્યાં સુધી આ આપણી માતૃભૂમિ-આ પવિત્ર ભારતવર્ષ જગતમાં અમર રહેશે અને પૃથ્વી ઉપરની કોઈપણ પ્રજા તેનો નાશ કરી શકશે નહિ.

સર નારાયણ ચંદાવરકર આ વિષયમાં કહે છે કે; “જે ધર્મ કે સંસ્કૃતિમાં વૈરાગ્યનો જુસ્સો નથી તેનું નામજ ધર્મ કે સંસ્કૃતિ કહેવાયજ નહિ. કેટલાક એમ કહેનારા છે કે એ વૈરાગ્યવૃત્તિને લીધેજ હિંદ આવી માઠી દશામાં આવી પડેલું છે, પણ હું તો એમજ કહું છું કે સાધુ અને તેનું ભગવું કપડું તો ભારતવર્ષના પવિત્ર આત્માનાં સુચક ચિન્હો છે. એમને જોઈને મને યાદ આવે છે કે હિંદનું જીવન પ્રભુના ધ્યાનમાં અને આત્માના વિચારમાંજ ગળાયેલું છે. સાધુને જોઇને મને એમજ થાય છે કે આ જગતની સઘળી વસ્તુઓ નાશવંત છે અને માત્ર પ્રભુ અને તેનો પ્રેમ એજ સાચી વસ્તુઓ છે. જો કોઈપણ વસ્તુથી ભારતવર્ષનો બચાવ થશે તો તે વસ્તુ તેની વૈરાગ્યવૃત્તિ છે. એ વૈરાગ્યવૃત્તિ હિંદને ઘણું નુકશાન કરી રહેલી છે એમ ઘણાનું માનવું છે. પણ આપણે સ્વામી વિવેકાનંદ અને તેમના ગુરૂનો દાખલો લ્યો અને એ માન્યતામાં


    ગૃહસ્થોની જે પરંપરા ભારતવર્ષને આપી છે તેમજ ગુરૂકુળો, કન્યા મહા વિદ્યાલયો, અનાથાશ્રમો, શાળા પાઠશાળાઓ વગેરેની જે સંખ્યા એવા પુરૂષો ચલાવી રહેલા છે, તે સર્વ જોતાં આ પૂજ્ય પુરૂષનો મહિમા અહીં હમારે થોડા શબ્દોમાં કેવી રીતે કહેવો તે નથી સમજાતું અને તેથી તે આદર્શ સંન્યાસીના ગુણનું આ ટુંક સ્મરણજ અહીં આપીને તેમજ કંઈક ધાર્મિક મતભેદ જેવું હોવા છતાં પણ હૃદયના ઊંડા પૂજ્ય ભાવથી તેમના મહાન આત્માને વંદન કરીનેજ વિરમીએ છીએ.

    'અખંડ.'