આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭
વિદ્યાર્થી જીવન.


ન્યાતનો હુક્કો લઇને ગગડાવતા. નરેન્દ્ર કોઈ કોઈ વખતે તેમની પાસે બેસતો અને તેમના ગપાટા સાંભળતો. અસીલો તેમને ઘેર ચાલ્યા જાય ત્યારે નરેન્દ્ર વારાફરતી દરેક હુક્કો ગગડાવીને તેનો સ્વાદ ચાખી જોતો ! જુદા જુદા હુક્કામાંથી જુદા જુદા સ્વાદ આવે છે એમ તે માનતો. પોતાની ન્યાતનો હુક્કો પીવાય અને બીજી ન્યાતનો ન પીવાય એ વિચારથી તેને આશ્ચર્ય લાગતું ! “શું બીજાનો હુક્કો પીયે તો મરી જવાય ? શું ઘરનું છાપરું માથે તૂટી પડે ? મને અજમાવી જોવા દ્યો” એમ કહેતો કહેતો નરેન્દ્ર દરેક હુક્કાનો સ્વાદ ચાખતો અને પછી બોલતો “જુઓ, હું તો કંઇ મરી જતો નથી ! મારા ઉપર કંઈ મેડી તૂટી પડતી નથી !” તેના ઘરનાં તેની તરફ જોઈ રહેતાં અને તેના આ કૃત્ય સામે તિરસ્કાર દર્શાવતાં. એટલામાં એક દિવસ વિશ્વનાથ જાતે ત્યાં આવ્યા અને પૂછવા લાગ્યા : “આ શું કરે છે ?” નરેન્દ્રે જવાબ આપ્યો : “બીજી ન્યાતનો હુક્કો પીયે તો શું થાય તે હું અજમાવી જોઉં છું !” વિશ્વનાથ ખડખડ હસ્યા અને પોતાની ઓરડીમાં ચાલ્યા ગયા. બાળકની આ બાળ ક્રીડામાં પણ જાતે જોવું, અનુભવવું, પછીજ માનવું, એ સિદ્ધાંતજ કૃતિમાં મૂકાતો હતો.

ફરીથી એક વાર નરેન્દ્ર પેલા ચંપક વૃક્ષ ઉપર જઇને બેઠો હતો. તેનો માલીક તેને ફરીથી જોઈને કંટાળીને પુછવા લાગ્યો : “અલ્યા છોકરા તું તે શું આખો દિવસ રમતો ફરે છે; કાંઈ વાંચતો કેમ નથી ?” નરેન્દ્ર જવાબ આપ્યો : “હું વાંચુછું અને રમુંછું બંને કરૂંછું !” માલીક વિદ્વાન હતો. તેણે નરેન્દ્રને ઘરમાં બોલાવ્યો અને તેની પરીક્ષા લીધી. તેના અભ્યાસ વિષે તેની ખાત્રી થઈ. વળી તેણે પુછ્યું : “તું ક્યારે વાંચે છે અને તારી ઉપર દેખરેખ કોણ રાખે છે ?” નરેન્દ્રે જવાબ આપ્યો : “હું સવારમાં વાંચુંછું અને મારી મા