આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


પોલીસ અમલદાર ગભરાયો અને પાછો ગયો ! ખેલ શરૂ થયો અને નરેન્દ્રને સૌ શાબાશી આપવા લાગ્યા.

એક વખત મેટ્રોપોલિટન ઇન્સ્ટિટ્યુશનમાં મોટો ઈનામ સમારંભ થવાનો હતો. નરેન્દ્રના શિક્ષક આ વખતે પેનશન ઉપર જવાના હતા. તેની ક્લાસના બધા છોકરાઓએ મળીને તેમને માનપત્ર આપવાનો વિચાર કર્યો. હિંદના પ્રસિદ્ધ વક્તા સુરેન્દ્રનાથ બેનરજીને તે મેળાવડામાં પ્રમુખ તરીકે નીમવામાં આવ્યા હતા. આવા મોટા વક્તાની સંનિધિમાં પોતાના શિક્ષકને માટે કાંઈ પણ બોલવું એ બધા છોકરાઓને ભારે થઈ પડ્યું. કોઈની હિંમત ચાલી નહિ. આખરે સૌ નરેન્દ્ર પાસે આવ્યા. નરેન્દ્રે તેમને વચન આપ્યું કે તે સભામાં શિક્ષક વિષે જે કંઇ બોલવાનું હશે તે બોલશે. પોતાના વચન પ્રમાણે નરેન્દ્ર સભામાં ઉભો થઈને બોલ્યો અને તેણે અર્ધા કલાક સુધી બધાને ચકીત કરી નાખ્યા.

તેના બેસી ગયા પછી સુરેન્દ્રનાથ બેનરજીએ ઉભા થઈને નરેન્દ્રનાં ભારે વખાણ કર્યાં અને તેની બોલવાની છટા અને જાહેર હિંમતની અત્યંત પ્રશંસા કરી. આગળ ઉપર નરેન્દ્ર જ્યારે વિવેકાનંદ તરિકે પ્રખ્યાત થયો ત્યારે તેના તેજ સદ્‌ગૃહસ્થ – સુરેન્દ્રનાથ બેનરજી – કહેવા લાગ્યા : “સ્વામી વિવેકાનંદ જેવો વક્તા હિદમાં ભાગ્યેજ પાક્યો હશે.”

વ્યાયામમાં તે આ વખતે સૌથી આગળ પડતો ભાગ લેવા લાગ્યો. પહેલવાનની માફક તે કુસ્તી કરતો અને પોતાના સાથીઓનો નેતા થવાનો તે સર્વદા પ્રયાસ કરતો. લાકડી-પટા તેણે શિખવા માંડ્યા અને તેમાં એટલો હોંશીયાર થયો કે એક મેળામાં લાકડીપટા રમવામાં તેણે પહેલું ઇનામ મેળવ્યું. બીજી વખતે કુસ્તીમાં તેણે ઇનામ મેળવ્યું. હવે તે શેતરંજની રમત રમવા લાગ્યો અને તેમાં ૫ણ ઘણી વખત