આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


જાગૃત થયો અને પોતાની સત્તા ચલાવવા લાગ્યો ! એક ભજન ગાતો ગાતો તે કેટલાક વિદ્યાર્થીઓની ઓરડીઓ આગળ આવીને ઉભો રહ્યો ! ભજનમાં તે લીન થયો હતો. તેના મુખ ઉપર આનંદ છવાઈ રહ્યો હતો. સમય પ્રભાતનો હતો. અરૂણોદય થયો હતો. અનેક આરડીઓની અંદર છોકરાઓ ઉંઘતા હતા. એવે સમયે નરેન્દ્ર હાથમાં તંબુરો લઈ ગાતો ગાતો પોતાના મોસાળની ઓરડીએથી કોલેજની બોર્ડિંગ આગળ આવ્યો. તેનું ઉમદા ભજન સાંભળીને છોકરાઓ જાગી ઉઠ્યા ! તે આખો દિવસ નરેન્દ્રે ગાયાજ કર્યું ! પરિક્ષા માટે હવે એકજ દિવસ બાકી રહ્યો હતો, તેથી એક જણે પૂછ્યું : “નરેન્દ્ર, તેં પરિક્ષા માટે બધુ વાંચી નાંખ્યું ? ” “અલબત્ત, હા” તેણે જવાબ આપ્યો અને તરતજ બીજું ભજન ગાવા લાગ્યો ! “તું કંઈ નિશ્ચય ઉપર કેમ આવતો નથી ? તારા ભવિષ્યને માટે જો તું વધારે કાળજી રાખીશ તો જગતમાં તું એક નામાંકિત અને પૈસાદાર માણસ થઈશ ” આ પ્રમાણે તેનો મિત્ર ફરીથી બોલ્યો. નરેન્દ્રે જવાબ આપ્યો કે “બંગાળાના પ્રસિદ્ધ વકીલ વ્યોમેશચંદ્ર બેનરજી જેવા પ્રખ્યાત અને લોકપ્રિય થવાનું મને વારે ઘડીએ મન થઈ આવે છે, પણ જરા વધારે વિચાર કરતાં એ બધામાં પણ સંસારની અસારતાજ મને લાગે છે ! મૃત્યુ અવશ્ય આવે છે અને દરેકને ઝડપે છે તો પછી આવી નાશવંત સમૃદ્ધિ મેળવવાને મનુષ્યે શા માટે પ્રયાસ કરવો જોઇએ ? સંન્યાસીના જીવન વિષે મેં બહુ વિચાર કર્યો છે. ખરી મોટાઈ તો એની છે ! કારણ કે મૃત્યુની સત્તાને પણ દૂર કરવાનો તે પ્રયત્ન કરે છે અને અવિકારી સત્યને તે ખોળે છે ! બાકીનું આખું જગત તો નાશવંત વસ્તુઓ મેળવવા માટેજ વ્યવહાર ચલાવે છે.

નરેન્દ્રને તેના મિત્રો ઘણું જ ચ્હાતા. તેનો એ વખતનો એક