આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯
કૉલેજનું જીવન.


મિત્ર લખે છે કે “નરેન્દ્ર સાથે વાત કરવાનું અમને ઘણુંજ ગમતું; તેના વિચારો અમને પ્રિય લાગતા; તેનો સ્વર વીણા જેવો મીઠો હતો; તેના વિચારો જાણવાને અમે ખાસ કરીને કોઈ વાત ઉપાડતા અને તેના વિચારોમાં હમેશા કંઈક નવિનતાજ ભાસતી ! તેની સાથે વિચારોની આપ લે કરીને તેની પાસેથી અમે ઘણું શિખતા. કદી કોઇ તેની વિરૂદ્ધ પોતાનો મત દર્શાવે તો નરેન્દ્ર પોતાની બુદ્ધિ અને ભાષાના પ્રભાવથી તરત તેનું સમાધાન કરી દેતો.

હિંદમાં ઘણા વિદ્યાર્થીઓ માત્ર વાંચવામાંજ પોતાનો બધો સમય ગાળે છે અને એક ખુણે ભરાઈ રહે છે. કોઈ પણ રમતમાં કે કસરતમાં તેઓ ભાગ લેતા નથી. એનું પરિણામ એ આવે છે કે હિંદી વિદ્યાર્થીઓની શારીરિક સ્થિતિ દિન પ્રતિદિન નબળી થતી જાય છે. નરેન્દ્રનાં માબાપ સમજતાં હતાં કે શારીરિક કેળવણી વગર કેળવણી અધુરી છે અને તેથી કરીને તેઓ તેને પોતાનું બળ વધારવાને અનેક સગવડ કરી આપતાં. નરેન્દ્ર ક્રીકેટની રમત ઘણી રમતો અને લકડી પટા ખેલવામાં તેની હોંશીયારી ઘણીજ વખણાતી, કસરતના અખાડામાં પણ તે જતો અને શરીરના અવયવો મજબુત થાય એવી કસરતો કરતો. એક બાજુ જેમ અભ્યાસમાં તે ઊંડો ઉતરતો તેમ બીજી બાજુએ ઉપર જણાવ્યું તેમ શરીરને દૃઢ અને મજબુત બનાવવાને અનેક પ્રયાસ કરતો. લકડી પટાની રમત તેને બહુ પ્રિય હતી. મુસલમાન ઉસ્તાદો પાસેથી તે એ રમત શીખ્યો હતો. તે મેળામાં જતો અને ગમે તેની સાથે લકડી પટા ખેલતો. તેમાં તે એટલો બધો પ્રવીણ થયો હતો કે તે માત્ર દસ વરસની ઉમ્મરનો હતો ત્યારે એક મેળામાં લકડી પટા ખેલવાને તેને બોલાવવામાં આવ્યો હતો, અને ત્યાં હોશીયારમાં હોંશીયાર ખેલાડી સાથે લકડી પટા રમી તેને હરાવી તેની લાકડીના બે કડકા તેણે કરી નાંખ્યા હતા ! તેની