આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૨
તાર્કિક બોધ


તે બારીઓનાં બારણાં કાચનાં ચળકી રહેલાં, તે જાણે કે, મોટા મોટા કાચના તખતાની હારો ગોઠવેલી છે અને બારીએ કાચની હાંડી લટકી રહેલી, તે જાણે કે તે હવેલીના નાકની બુલાખનું મોતી ચળકે છે. હવેલી ઉપર ખબુતરનું જોડું બેઠું હતું તેને જોઈને કહે છે કે, આ ખબુતરો મહા ભાગ્યશાળી છે, કે આવી સુંદર હવેલી ઉપર સજોડે બેઠાં છે.

વળી રસ્તામાં ઘોડા ગાડીઓ હારાદોર દોડતી હતી. તેનો ધધડાટ કાને સંભળાતો હતો. તે જાણે કે સમુદ્રના પાણીનો કે મોટી નદીના પ્રવાહનો ધધડાટ સંભળાય છે. વળી ટાઉન હાલના મેદાનની હવેલીઓને સંભારીને કહેવા લાગ્યો કે, તે ચારે તરફ એક જ ઘાટની હવેલીઓ જુદા જુદા ધણીની હશે, કે આયના મહેલમાં એક વસ્તુ હોય તે ચારે તરફના આયનામાં દેખાય, તેમ એક જ હવેલીનાં પ્રતિબિંબ હવામાં ચારે તરફ દેખાતાં હશે. અરે, જો મને આ ટેકાણે ભમરો સરજ્યો હતો તો આ બધી હવેલીઓમાં ચારે તરફ ફરીને જોઈ આવત. જો આમાંથી લઈ જવાની હોત, તો એક હવેલી ઉપાડીને મારે ગામ લઈ જાત અને ત્યાંના લોકોને દેખાડત કે મુંબઈમાં આવી હવેલીઓ છે. તે વિના આ શોભાની બધી વાત તેઓના મનમાં ઉતરશે નહિ.

વળી તે વિચારે છે, કે મારા ગામમાં તો એક દરબારની હવેલી છે, અને બીજી બે ત્રણ લખશેરીઓ હવેલીઓ છે. તે હવેલીઓ આની આગળ તો કશા હિસાબમાં નથી અને આ દર એક હવેલી હલકામાં હલકી પણ પચાસ હજાર રૂપૈયાની હશે; ત્યારે