આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
તાર્કિક બોધ

એવા એવા યુરોપ ખંડના કારીગરો તો હદ વાળી નાખે છે. આવી કારીગરી તમે કરી જાણો છો?

વિશ્વકર્મા—ચાલો મારા ઘરમાં કારીગરી હું તમને દેખાડું. એમ કહીને પોતાના ઘરમાં અમને તેડી ગયો. તે ઘરમાં ઝીણીઝીણી રજ જેવી કે સૂર્યના ચાંદરડાંના ઉજાસમાં આપણા ઘરમાં દેખાય છે એવી રજ, ઉડતી હતી, બીજું કાંઈ અમે ત્યાં દીઠું નહીં.

પછી તેણે પોતાનો બનાવેલો સૂક્ષ્મદર્શક [૧] યંત્ર દરએક જણને એક એક આપ્યો. તે વડે અમે જોયું તો, ઝીણા ઝીણા રજના કણ જે ઉડતા હતા, તે અતિશે મોટા મોટા ગોળા જેવા દેખાવા લાગ્યા. તે બધાય સરખા મોટા નહોતા. એકબીજાથી નહાના મોટા હતા. એવા કરોડો ગોળા નિરાધાર ઉડતા ફરતા હતા. તેમાં કેટલાએક તેજસ્વી ગોળા અધર સ્થિર રહેલા, તે દરએકને આસપાસ ફરતા માટીના ગોળા ઘણી ઝડપથી રેંટીઆના પાંખા ફરે તેમ, ફરતા હતા. અમારી નજદીક એક સાધારણ માટીનો ગોળો હતો; તે સામી નજર ઠરાવીને અમે જોવા લાગ્યા; અહાહા! શું આશ્ચર્યકારી તેમાં કામ કરેલું હતું, કે તે જોઈને અમે દંગ થઈ ગયા. એ ગોળો સાધારણ મોટો હતો, તો પણ સોળ હજાર ગાઉ લાંબો એક દોરો હોય, ત્યારે એ ગોળાને ફરી વળે, એવડો એ ગોળો સૂક્ષ્મદર્શક યંત્રથી દેખાતો હતો.

તે ઉપર સમુદ્રો, પર્વતો, અને મોટા મોટા દેશ દીઠા, તેમાં માટીનાં ઝાડ, પશુ અને માણસોના જેવા પુતળાં પણ હતાં, તે એક એક જાતમાંથી બીજાં નવાં પેદા થતાં હતાં, અને નાશ પામતાં હતાં. તેઓની આંખો ચામડાંની હતી, તોપણ તેજસ્વી પદાર્થના


  1. જ્ઞાનદૃષ્ટિ