આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


वंशपाळ अने यमराज विषे. ८.

આ વિષયમાં જે નામો આવશે, તેના અર્થ નીચે પ્રમાણે સમજવા.

યમરાજ, એટલે મૃત્યુ.

યમના દૂત, એટલે તરેહ તરેહના રોગ.

વરૂણદેવ, એટલે જળ ઇત્યાદિ.


વંશપાળ નામે એક વાણીઓ હતો, તેની સ્ત્રી નામે ભોળી વહુ હતી; તેનો એકાએક દીકરો સાત વર્ષની ઉમરનો, તે છ સાત મહિના સુધી ઘણો માંદો રહીને મરણ પામ્યો. પછી તે વાણીએ, અને તેની સ્ત્રીએ, બહુ રોવા કુટવા માંડ્યું. એટલે લોકોએ આવીને છાનાં રાખવા માંડ્યા, અને બહુ ઠપકો દીધો કે અતિશે રોવું કુટવું નહિ. અને અતિશે રોવા કુટવાથી લોકો તેની નિંદા કરવા લાગ્યા. તેથી ધણી ધણીઆણીએ ધાર્યું કે આપણે માણસ દેખતાં કુટવું કે રોવું નહિ.

પછી એ છોકરાના મડદાને નદી કાંઠે જ્યાં બાળ્યો હતો, ત્યાં રોજ રાતની વખતે જઈને, વંશપાળે અને તેની વહુએ અતિશે કલ્પાંત કરવા માંડ્યો. અને મરનાર છોકરાને, તથા પોતાના ઘરમાં પોતાની નજરે જેટલાં માણસો મરી ગયેલાં, તે બધાંને સંભારીને રોવા અને કુટવા માંડ્યું. આજના લોકો તો પાખંડ કરવા સારૂં લોકો ભેળા થયા ત્યારે રૂએ છે. અને કુટે છે. પણ વંશપાળનો અને તેની સ્ત્રીનો ખરેખરો પ્રમ હતો, માટે વસ્તીમાં લોકો દેખે, કે સાંભળે, તો છાનાં રાખવા અને હાથ ઝાલવા આવે, માટે રાતની વખતે નદી કાંઠે જઈને રાત આખી રોતાં અને કુટતાં હતાં. પછી સવારમાં ઘેર આવીને રસોઈ