આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૩
અદબ વિષે

લાયકી ભરેલા શબ્દો લખેલા, અને છેવટ સહી એવી રીતે કરેલી હતી કે-

“લ. સેવક ખરશદજી જમશેદજીનો સલામ” એ પત્ર વાંચીને તે સાહેબની લાયકીનો ચમત્કાર મારા રોમ રોમમાં પસરી ગયો. કારણકે મારા જેવા તો તે સાહેબના સેવકોને ઘેરે સેવકો છે. અને જે સાહેબને મહારાણીજી વિક્ટોરીઆની તરફતી મોટું માન મળેલું છે. તે સાહેબ, ઉપર લખ્યા પ્રમાણે નમ્રતા રાખી શકે છે, એ કાંઈ થોડી વાત નથી. તે સાહેબની સહીનો પત્ર યાદગીરીને વાસ્તે મારી ફાઈલમાં મેં સંગ્રહ કરી રાખ્યો છે. અને એવી લાયકીવાળા ગૃહસ્થો મુંબઈમાં ઘણાં જોવામાં આવ્યા. તેમાં પારશી ગૃહસ્થોની લાયકી તો પરમસીમા છે.

અરે મિત્ર, આપણે પણ એવી લાયકી મેળવવા શિખવું જોઈએ અને નહાની વયમાંથી પોતાની બરાબરીના છોકરાઓ સાથે બોલતાં ચાલતાં, અને અદબથી પત્ર લખતાં શિખવું કે જેથી મોટી ઉમરમાં અદબ તોડવાની ટેવ રહે નહિ.

જે માણસ સારા માણસની નિંદાના શબ્દો બોલે છે. તે તો પોતાનું નાક કાપીને, સામાને અપશુક દેખાડાતો હોય એવું છે. જેમ કે એક ગૃહથ કાંઈ સારા કામ વાસ્તે ઘણાં હર્ષ સાથે ઘેરથી નીકળ્યો. તે પોતાને આંગણે ઉભો રહીને સારાં શુકન મળવાની વાટ જોતો હતો. ત્યારે તેના ઉપર ઇરષા રાખનાર એક માણસ હતો, તેણે એવો વિચાર કર્યો કે એને કોઈ રાંડી રાંડ અથવા નાકકટું માણસ સામું મળે તો ઠીક; કેમકે તેથી તેને અપશુકન થાય, અને દીલગીરી ઉપજે, પછી પેલાને કોઈ સારાં શુકન મળતાં હતાં, તે જોઈને