આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૧
શરતમાં.


'ભાભી ! હું અત્યારે હિમત રાખું છું, પણ ઘડી પછી શું થશે તે કહી શકતી નથી. ભૂજંગ ને સુમન એ બનેમાં કાંઈ કાંઈ જોઉં છું-એ બેની મૂર્તિ નજર આગળ ખડી થાય છે, પણ મ્હારી હિમત નથી રહેતી. ભાભી! મને મુંબઈ શું કામ બોલાવી? મુંબઈ ન બોલાવી હતી તે આ સ્થિતિ ન આવત.

'તરલા ! આ ગાંડપણ શું? એ તો ઠીક છે કે ત્હમે પરચ્યાં નથી અને મરજી હોય તો ભૂજંગને પરણી શકો એમ છો, પણ ધારો કે લગ્ન થયા પછી આમ ભૂજંગ મળે–ભૂજંગની સાથે લગ્ન થયા પછી ત્રીજો મળે તો તમારું મન આવું જ રાખો કે? અને કેળવણી તથા માબાપને હલકાં પાડો ને ? ક્યાં ગયા તમારા ઉત્તમ વિચાર ? શાન્ત ચિત્તથી વિચારો ને મજબુત મનનાં થાવ.'

'ભાભી! પણ એ મારા ઉપર વ્હેમ તે નહિ લાવે ને ?'

'તે તો તમારા પોતાના વર્તન ઉપર આધાર રાખશે.’


પ્રકરણ ૮ મું

શરતમાં.

ચંદાભાભીની સાથે વાત થયા પછી તરલાનું મને કાંઈક શાન્ત થયું હતું. ગયેલી શાન્તિ પાછી આવી હતી. ભૂજંગલાલને મળવા જવા બે ચાર વાર તૈયાર થઈ, પરંતુ પોતાના ઓરડામાં સુમનલાલની છબી જોતાં સુમનલાલ તરફનો ભાવ જાગૃત થયો અને ભૂજંગલાલ ખર્યો. ચંદાભાભી સુમનલાલને સમજાવવા, સુમનલાલને બોલાવવા બે ચાર દિવસથી ગયાં હતાં, અને સુમનલાલ સમજશે કે કેમ, હૃદયમાં પોતાને સ્થાન આપશે કે કેમ તે જ શંકા હતી.

આ જ શરતના મેદાનમાં શરત હતી. સુરતના ઘણા યુવાનો, યુરોપીઅન, પારસી, હિંદુઓ આ શરતમાં ભાગ લેવાના હતા અને સુરતમાં આવી શરત પહેલવહેલી જ હોવાથી ગામ પરગામથી લોકો