આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૨
તરલા અથવા ઉર્મિનો આવેગ


"ભૂજંગલાલ ! એનું નામ વીણું છે. અણપરણેલી છે, તમારી જ જ્ઞાતિની છે. વીણા-મોરલીથી જેમ ભૂજંગ-સાપ નાચે છે તેમ વીણા તમને નચાવશે. એ જ વીણા પરમેશ્વર કરે ને તમને મળે અને ભૂજંગનું ઝેર ઉતારે.”

તરલા ભૂજંગલાલને બચાવવા આવી હતી. રખેને સુમનલાલ ખૂન કરે એ બીકે ચેતવવા આવી હતી ત્યાં ભૂજંગલાલનું ખરેખર ખૂન જ થયું. ભૂજંગલાલનો મોહ, ભૂજગલાલની છબી તરલાના હૃદયમાંથી આમ હમેશને માટે નષ્ટ થયાં. જે કામ સુમનલાલના પ્રેમભર્યા, ધમકીના શબ્દ નહોતું કર્યું, જે કાર્ય ચંદાની સલાહે ન કર્યું તે કાર્ય માત્ર આ છૂપી વાત સાંભળવાની ટેવે કહ્યું, 'આ ભૂજંગલાલ -બ્હારથી રૂપાળા, બુદ્ધિશાળી પવિત્ર અને મોહક લાગતા ભૂજંગલાલ આજ કે ? આ ભૂજગની મોહજાળમાં ફસાઈ મ્હારા પવિત્ર સ્હવારના પ્હોરના નામ સુમનલાલ સાથે બગાડવા તૈયાર થઈ હતી કે ? હાય ! હાય! શણગારભાભી આવાને જ ઉત્તેજન આપે છે કે? આવા જનસમાજના રાક્ષસને સોસાયટીમાં હરવાફરવા દેવા એ જ જોખમ ભરેલું છે. ખરેખર, આ સ્થિતિની જરૂર હતી. ધનધોર અંધારા પછી સૂર્યનાં કિરણ આવકારદાયક ગણાય છે, દુખ પછી જ સુખની કિમત થાય છે. બીક લાગે ત્યારે જ બાળક માતાને બાથ ભીડી વળગી પડે છે, તેમ મ્હારે થયું. આ વિઘ્ન ન આવ્યું હોત તો મ્હારા સુમનનો પ્રેમ સમજી શક્ત નહી, મ્હારો તરલ સ્વભાવ સ્થિર થાત નહીં, લાગણીના આવેગે ઘસડાઈ જવાની ટેવ જાત નહી. મને શું વેશ્યા ધારી હતી? અરે ભૂજંગ ! તું શું એમ સમજતો હતો કે હું પરણી નથી, ગમે તે પુરૂષની સાથે વાત કરું છું, સોસાયટીમાં હરૂં છું ફરું છું એટલે નીતિ, પરમેશ્વર, આબરૂની ફિકર જ નહી હેય ? તું એમ સમજે છે. કે કેળવણી–હરવાફરવાની છૂટ એટલે સ્વછંદપણું ? ના, ના. ભૂજંગ, ત્હને બચાવવા આવી હતી. ગરીબ બિચારી લીલા ત્હને દેવ માને છે, અરવિન્દનો સંસાર ધૂળ કર્યો ત્હેં. મ્હારી-મ્હારા સુમનના સંસારની