આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૩
હું શું સાંભળું છું ?


ધૂળ થાત, પણ ભલું થજો ચંદાભાભીનું. હવે તો મ્હારા સુમનને આપઘાત કરતા બચાવું. ચંદાભાભીને મળું, એમની ક્ષમા માગું. એમની મદદ માગુ. વિણા વીણા ! આજ સવારે કે બે દિવસ પહેલાં ત્હારું નામ સાંભળ્યું હતું, ભૂજંગલાલ ત્હને ચ્હાય છે એમ સાંભળ્યું હત તો મ્હને શું થાત ત્હેનો અત્યારે અનુભવ કરું છું. ચંદાભાભી ! હું ડાહી થઈ કહેવા આવી હતી પણ વસન્તભાઈને મહેતીજીની વાત સાંભળી ત્હમને શું થયું હશે તે અત્યારે સમજી શકું છું. સુમન! વ્હાલા સુમન ! ભૂજંગ મ્હારો નથી. ભૂજંગના નામનું આજથી સ્નાન કર્યું છે, છતાં વીણાને ભૂજંગ ચાહે છે. એ વિચારે જ જ્યારે મને અત્યારે આટલું થાય છે તો તમારી તરલા બીજાને ચાહ્ય છે, બીજાને પરણવા તૈયાર થઈ છે, એને મળે છે, એ સાંભળી ત્હમને કેવું થયું હશે ! હાય ! હાય! મ્હારા પતિના હૃદયમાં મ્હેં છરો માર્યો છે. આપઘાત-એમના હૃદયનું મ્હેં ખૂન કર્યું છે. હું પવિત્ર સુમનને લાયક જ નથી. વીણ! એ વીણા કોણ છે તે તો જોઉં એની જ મદદથી, એમ બને તો એજ ભૂજગને ઠેકાણે લાવું. દુનિયામાં પતિત થતા–પડતાંને સારે માર્ગે ચ્ડાવવામાં સહાયભૂત થાઉં તો કેવો આનંદ ! એમ થાય તો જ ગયેલી આબરૂ પાછી મળે, તો જ સુમનની સાથે સુખી થાઉં.”

આટલો વિચાર કરી તરલા પાછા પગે ભૂજંગ કે શણગારભાભીને ખબર કર્યા વિના જ ઘર બહાર નિકળી ગઈ.