આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રીસ.


જ પોતાની વ્હાલી ચંદા–આટલાં વર્ષોની જીવનમિત્ર ચંદા–બાલકોની માતા ચંદાને આમ ખરાં કારણસર રોતી જોઈ, નુર ઉડી ગયેલું લાગ્યું. બેબાકળી જેવી લાગી એટલે વસન્તલાલની ધીરજ રહી નહી. એની સ્નેહવૃત્તિએ એની પાપવૃત્તિ ઉપર સત્તા ચલાવી અને નરમ થઈ ગયો. આંખમાં આંસુ આવ્યાં, ગળામાં ડચુરો બાઝ્યો.

“ચંદા ! વ્હાલી ચંદા ! પરમેશ્વર ખાતર મ્હને મ્હારા ગુન્હા માટે માફી નહીં આપે ? કેદખાનામાંના ડામીજો ખરો પશ્ચાત્તાપ કરતા હોય તો તેમને સુધારવા કોશીશ થાય છે, તો પછી આ ત્હારા વ્હાલાને ગંભીર પણ ક્ષમા કરવા લાયક ગુન્હા માટે માફી નહી આપે ? દસ દસ બાર બાર વર્ષના લગ્નજીવન ગાળ્યા પછી આ સ્થિતિ ? વિલાયતી જીવન માફક છેડાછૂટકા કરવાથી, અગર છૂટાં રહેવાથી તું કે હું સુખી થઈશું એમ માને છે ? એથી હું વધારે બગડીશ. મ્હારા ઉપર અંકુશ નહિ રહે, ને તું સદા દુઃખથી હીઝરાયા કરીશ. બાળકો મ્હોટાં થયે આપણાં છૂટા પડવાનું કારણ જાણશે તો ત્હેમના ઉપર કેવી અસર થશે? વ્હાલી ! ત્હારા ઉપરનો મ્હારો વ્હાલ જરાયે ઓછો નથી થયો. એ માત્ર લાગણીનું જોર, એટલો હું કમતાકાત. ત્હારા જેવી સાધ્વી કેળવાયેલી પત્નીથી અનેક કુછંદી પતિઓ સુધર્યા છે તો આ તો મારી એક જ ભૂલ છે. વ્હાલી ક્ષમા કર ! અને એક વાર ફરી હૃદયમાં સ્થાન આપી બચાવી લે.” આટલું બોલતાં વસન્તલાલ ચંદાનો હાથ પકડવા ગયો. ત્યાં ચંદા એકદમ હાથ તરછોડી આઘી ખસી. “ચાલ્યા જાઓ ! લાગણીનું જોર ! રાખો તમારી પાસે.” ચંદા ડુસકે ડુસકે રોતી હતી. ઓરડામાંથી બહાર જવા તૈયાર થઈ, પણ પગ ઉપડ્યો નહી અને પાસે પડેલા કોચમાં ધબ દઈ પડી.

વસન્તલાલ ચંદાનાં અન્તર દુઃખો સમજતો હતો, અને ચંદાનું આંસુનું એક એક ટીપું એનું લોહી બાળતું હતું.

“ચંદા ! વ્હાલી ચંદા ! પરમેશ્વર ખાતર આટલી ભૂલની ક્ષમા આપ. છોકરાં સામું જો. એમનો દોષ છે? દોષ મ્હારો છે તો પછી