આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
તરલા અથવા ઉર્મિનો આવેગ

ભણી હત, હક ન સમજી હત તો બીજાં હિંદુ ધણીધણીયાણી પેઠે મારફાડ કરી પાછું બધું વીસરી જાત ને સુખી રહેત. આ તો નવા જમાનાનાં, શું કહું ? એકબીજા વિના મરી ફીટનારાની આ સ્થિતિ ? અરે ! પ્રભુ ! આના જેવું દુઃખ બીજું કયું ? હું એમને કેટલી ચ્હાતી હતી ? ચાહું છું, દોષજ મારો. આટલો ગાંડો સ્નેહ ન હત તો દુઃખ થાત ?’

એટલામાં નાની છોકરી આવી ને બોલી, ‘બા, ભાઈ બ્હાર ગયા.’

પ્રકરણ ૪ થું.

અરવિન્દ.

મુંબાઈ તેમજ સુરતની સોસાયટીમાં વસન્તલાલનું નામ જાણીતું હતું, એટલું જ નહી પણ માનીતું હતું. વસન્તલાલ વિના ક્લબમાં, ન્યાતમાં, પાર્ટીમાં આનંદ આવતો નહિ. જે દિવસે વસન્તલાલ ઓફીસમાં ન ગયો હોય તે દિવસ ઓફીસ નિસ્તેજ લાગતી. શરીરે કદાવર ખુબસુરત હતો, તે સાથે મળતાવડો અને હસમુખો સ્વભાવ હતો, એટલે પટાવાળાથી માંડી ઉપરી અમલદારને પણ દિવસમાં એકવાર તેને બોલાવ્યા વિના મજા પડતી નહીં.

વસન્તલાલનું કુટુંબ અસલથી જ રાજ દરબારમાં, યુરોપીયન અમલદારોમાં સારી વગ ધરાવતું હતું. બાપદાદા સરકારી નોકરીયાત અને પેન્શનરો હતા. ન્યાતજાતના રિવાજ પ્રમાણે તરલાનો વિવાહ--સગાઈ સુમનલાલ સાથે કર્યો હતો. સુમનલાલ સરકારમાં ઉંચા હોદ્ધા ઉપર હતો, અને મૂળ એકલો હોવાથી જીવનનો ઘણો ભાગ સાસરે ગાળતો.

તરલા અને સુમનલાલ સાથે જ ઉછર્યાં હતાં. સુમનને યોગ્ય કેળવણી આપી તરલાની સાથે પરણવવો એજ હેતુ તરલાના પિતાનો હતો. તરલાનું કુટુમ્બ કેળવાયેલું હતું સુધરેલા વિચારનું હતું, સ્વતંત્રતા, સ્ત્રીઓને છૂટ આપવાના વિચારનું હતું, એટલે તરલા અને સુમન