આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૧૧
સુરતમાં.


ઉપરથી એમ નથી માનવાનું કે વીણાને અનીતિ કે સ્વતંત્રતા પસંદ હતી. વીણાનો સ્વભાવ જ એવો હતો કે એને સરળ, ભલા દીલનો પતિ રૂચે નહી. આ ઉપરાંત વીણાને ખાતરી હતી કે ભૂજંગલાલ ઈશ્વરને માનતો થાય, સ્થીર ચિત્તનો થાય, શુદ્ધ સ્નેહ એ શું એ સમજતો થાય તો એના જેવો બીજો પતિ જગતમાં મળવો મુશ્કેલ છે. એને પતિ કરનાર સુંદરીનું જીવન સ્વર્ગસુખમાં જાય. રખેને પોતાને છોડી વળી બીજીને ખોળે એ બ્હીકે હરબહાને ભૂજંગને બોલાવતી અને એનો આશાતંતુ મજબૂત રાખતી. ભૂજંગલાલને પ્રિય એકાદ ગાયન ગાતી, “તમારે માટે હું તે બહુ સારા અભિપ્રાય સાંભળું છું, લીલા તો તમારાં વખાણ કરે છે ને મને કહે છે કે જો ભૂજંગલાલને તમે પરણી શકો તો તમારા જેવાં કાઈ ભાગ્યશાળી નહિ. ભૂજંગલાલ તમને સ્વર્ગસુખ આપશે. પરણ્યા પહેલાં પાંચ દસ કન્યાઓ ગણતા હશે પણ પરણ્યા પછી બીજીનું સ્વપ્ન પણ નામ દેશે નહિ.” ભૂજંગલાલ ! મ્હને ખબર નહીં કે તમે આવા હશો. મારા મનથી કે પરણ્યા પછી પણ કેટલાક પુરૂષ સ્વતંત્ર જીવન ગાળે છે તેમ તમે પણ ગાળશો.”

વીણા આમ હરેક રીતે ભૂજંગલાલને ઉત્તેજતી અને નીતિબળ વધારે ને વધારે મજબૂત કરતી. એક બાજુ આખી વાતમાં વીણા જ એના તરફ હતી. આથી વીણાનો પ્રેમ મજબૂત રહે, એની સાથે લગ્ન થાય તો જ સંસારમાં સુખ મળે એમ ભૂજંગને હતું. અને એ સુખ મેળવવા વીણાના અભિપ્રાયમાં ફેરફાર ન થાય તેવું વર્તન રાખે તો જ બને એમ હતું. એક બાજુ આખી સુરતની સોસાયટીમાં વીણા જ એનું સારું બોલતી, અને બીજી બાજુ એનું કોઈ જ નહોતું. સુમન-તરલા મુંબાઈ ગયાં હતાં, વીણા તરલાને મળવાની હતી, આ સ્થિતિ ભૂજંગલાલ જેવા આવેગવાળા માણસને ગભરાવી નાખે એમાં નવાઈ નથી. 'શું કરું ને તરલા-લીલા મારે માટે સારો અભિપ્રાય આપે ! ચંદાને મળું? મ્હારી વગ કોણ ચલાવે? અત્યાર સુધીનું મારું