આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨૪
તરલા અથવા ઉર્મિનો આવેગ.


આટલા બધા માણસો વચ્ચે લાજ જાય માની મુંગો રહ્યા. કાંઈ જ બોલ્યો નહી-બોલી શક્યો નહી.

તરલાના માથા ઉપર, કપાળ ઉપર પ્રિય સુમનનો હાથ પડતાં જ આખા શરીરમાં અમૃત જેવી શાન્તિ છવાઈ રહી ને આંખ ઉંચી કરી તે બોલી:

'સુમન આવ્યા? હાશ! હવે હું તમને બહુ વખત દુઃખ નહી દઉં. કલાક માંડ જીવીશ. તમારા હાથથી મારો તાવ ધીરો પડ્યો છે એટલે હું વાત કરી શકું છું, એટલી વારમાં મને કહેવા દો.'

સુમનના ચહેરા ઉપર શોક છવાયો હતો. એની આંખ ભીની થઈ હતી. હૃદય ધડકતું હતું. તરલાનો કોમળ પણ ધગધગતો હાથ પોતાના બે હાથમાં લીધો ને પ્રેમથી પંપાળવા લાગ્યો. તેનાથી એક અક્ષરે ઉચ્ચારાયો નહીં.

'સુમન ! મારે આટલું જ કહેવાનું છે. હાશ, હાશ ! તમારો હાથ કોઈ દિવસ નહોતો લાગતો એવા લાગે છે. સાંભળો. મને તમે ઢોંગી ધારી હતી–ધારી છે, ખરુંને ? આજે મારો અંતકાળ છે. પૂછો ડાક્ટરને. ઘડીની મહેમાન છું, હું નહી બોલું. સુમન ! મને ક્ષમા આપો. તમારા જેવા પતિ છતાં મ્હારી લાગણીના જોરે એનું નામ પણ નહિ દઉં, એ પાપીને મારો કરવા વિચાર થયો. સુમન ! હું પવિત્ર હતી-છું, વિચાર–હા, વિચારમાં એક રીતે પાપી થઈ, પણ માણસ છીએ. તમને કોઈ બીજીને, ફલાણી મળી હતી તો સારું, એમ વિચાર નથી આવતો ? લાગણી કબજામાં હોય તો ન આવે, આવે તો દબાવાય, હું એ કરી શકી નહી. પણ મારી વિદ્યા, સુકર્મના પ્રતાપે હું પડી નથી. હજી પવિત્ર છું ...સુમન, ક્ષમા આપો, ભૂજંગને મ્હારા હદયમાંથી તે દિવસનો કાઢી નાખ્યો છે. જીવતાં તો તમને સુખી કરી, જગતને બતાવી આપવા હોંશ હતી કે ઉંચાં–કેળવાયેલાં, સાદા પ્રેમીલાં, પ્રભુને સમજનારાં પતિપત્ની કેવાં હોય છે એ બતાવી