આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૩૧
લગ્ન.


અરવિન્દ મોટરમાં બેઠાં અને બન્ને બાજુનાં માણસો સાથે વાલકેશ્વર તરફ સરઘસ ચાલ્યું. ચોપાટી ઉપર આવતાં, અસ્ત પામતા સૂર્યનાં પ્રતિબિમ્બ વિશાળ સમુદ્રમાં જઈ પતિપત્નીને જીવન સંધ્યાના વિચાર આવ્યા. દિવસ અને રાત્રીની જેમ અહીં સંધી [૧] થઈ તેમજ આ પતિપત્નીની આજ સંધી થઈ એ સંધી પણ આ સંધીના જેવી જ આકર્ષક, આનંદમય લાગતી હતી. માત્ર જેમ આ સંધી પછી રાત્રીમાં ચંદ્રનું અજવાળું પડનાર હતું, તેમ આ બન્નેની જીવનસંધીથી રાત્રીમાં પણ એવું જ અજવાળું પડી બનેને સુખી કરે તો બસ એમ થતું હતું. સરઘસ વાલકેશ્વર પહોંચ્યું. વાલકેશ્વરના બંગલામાં પેસતાં જ જ્ઞાતિના રીવાજ પ્રમાણે બંગલાના ઉમરા આગળ કાચા દોરા બાંધેલા એક ઉપર બીજું ઉંધું વાળેલું એવું માટીનું કોડીયું સ્ત્રીમંડળમાંથી એક મૂક્યું. હિંદુ સંસારમાં એવી માન્યતા છે કે ઘરમાં પેસતાં જેનાથી આ કડીયું પહેલું ભંગાય તેનું ઘરમાં જોર ચાલે. અરવિન્દ આ જાણતો હતા પરંતુ એને એ સંબંધી મમત જ નહોતું, એ ઉપર બહુ શ્રદ્ધા [૨] નહોતી, અને હોય તે પણ ગૃહ એ સ્ત્રીનું જ છે એમ માનતો, અને ત્હેમાં વળી આજ તો વિચારમાં હતો એટલે એ તરફ લક્ષ જ નહોતું. લીલાના મનમાં જુદા જ વિચાર હતા. 'આ કોડીયું પહેલું ભાંગજે–પહેલે પગ ઉપાડજે' એમ એક નહી પણ અનેકવાર એની બહેનપણીઓએ કહ્યું હતું. લીલા ઉતાવળી થઈ હતી. કોડીયું મુકતાં જ લીલાએ પગ ઉપાડ્યો ને કેડીયાના ચુરચુરા કર્યા.

‘મારી લીલાબહેનનાં પાયા પીશે રે.' ગીત ગવાયાં અને થોડાક સમયને માટે પોતાના થયેલા બંગલામાં લીલા અને અરવિન્દ પતિપત્ની તરીકે પહેલવહેલાં દાખલ થયાં. લીલાના પક્ષનાં માણસો અવિન્દની રજા લઈ, ભેટસોગાદ લઈ વિદાય થયાં, અને અરવિન્દ અને લીલા ઉપર અગાશીમાં, પૂર્ણિમાના ચંદ્રના પ્રકાશમાં, ઉદધિની [૩] સામે, આકાશમાં ઉગેલા વિશિષ્ટ અરૂંધતી તારાની તળે ક્ષણ વાર બોલ્યા


  1. ૧. જોડાણ, એક્તા.
  2. ૨. વિશ્વાસ.
  3. ૩. સાગર-દરીયો.