આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૩૭
ગૃહજીવન.


જણાતા 'મેમાનગીરી-સાદાઈ-એકબીજાને મદદ કરવાની ટેવ ખીલવી, એમનામાં કેલવણી પસારી વ્હેમો દૂર કરાવી એમની ઉન્નતિ કરવા મદદ કરે તો એજ અમારાં મંડળ, એજ અમારી જનસેવા ! લીલાને બીજી નોકરી અગર બીજી સમાજસેવા કરવાની શી જરૂર છે ? એમને આરામ મળે, એમની સાથેની વાતોમાં અમારાં હદય વધારે કોમળ બને, અમે વધારે જોડાઈએ, એ જોડાવાથી અમારી પ્રજા-અમારા ખેડુતો-પાડોશીઓ વધારે સુખી થાય, અમારા ગામમાં શાન્તિ-સુખ, પ્રેમની કૃપા થાય તો પછી બીજું શું જોઈએ ? એ જ લગ્નસુખ ! આ થયા પછી ગામબહાર સ્હવાર સાંજ ખેતરોમાં, નાનાં મદિરોમાં, નદીકાંઠે જઈએ, પ્રભુલીલા જોઈએ, ખેડુતોનાં ઘરમાં જઈ તેમની સ્થિતિ જોઈએ તો પછી મુંબાઇના પાલવાબંદર, બેન્ડસ્ટેન્ડ કે નાટકશાળાની શી જરૂર છે ?' અરવિન્દના આવા વિચાર હતા. લીલા પતિ, પતિનું ગ્રહ, ત્હેની સાથે રહી ગામડાંના જીવનમાં જ આનંદ માનશે અને લીલાને કોઈપણ વાતનો અસંતોષ નહી થાય, એમ અરવિન્દ ધારતો ન હતો. કેમકે લીલા મુંબાઈમાં ઉછરી હતી, સ્ત્રી અને પુરૂષ લગ્નથી મિત્ર બને છે, અને એક થાય છે, એકબીજાની ન્યૂનતા પૂરે છે, બન્ને સંસાર રથનાં બે પૈડાં છે. મહાકવિ ટેનીસન કહે છે તેમ ભિન્નતામાં પણ એકતાનાં રૂપ છે એ માન્યતા લીલાથી બરાબર સમજાઈ નહોતી. ટેનીસનની 'પ્રીન્સસ' ની માફક લીલાને અનુભવની જરૂર હતી. લીલાએ સ્ત્રી-પુરૂષના સમાન હક વિશે સાંભળ્યું હતું, વાંચ્યું હતું. સ્ત્રીને પણ પુરૂષની માફક વ્યક્તિત્વ (individuality) છે એમ હતું. જીવન બીજાને માટે કરતાં પોતાને માટે છે. પોતાની સવડ, પોતાના ઉપભોગના વિચાર ઠસ્યા હતા. સ્ત્રી કેવળ ઘરમાં બેસી રહેવા નથી સરજાઈ એમ માનતી. પોતાના ઘરની, પોતાના પતિનાં સગાં, પાડોશી કે સંબંધીઓની સેવા એ સેવા નહી. જ્યાં સુધી જાહેર સંસ્થામાં જોડાઈ જાહેર કામ ન થાય, પોતાનું નામ ન આવે, બહાર ન પડાય, એ રીતે જ ફરવા કરવામાં લૂગડાંલતાં પહેરી વખણાય નહી ત્યાં સુધી એકાન્ત-શાન્ત