આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૫૦
તરલા અથવા ઉર્મિનો આવેગ

 કર્યા વિના પ્રેમથી બોલાવતી અને જુગલના શરીર અને આત્માને શાતિ ફેલાવવા યત્ન કરતી.

ડાક્ટર જુગલની પાસે બેટો, અને ક્ષણવાર તેના સામું જ જોઈ રહ્યો. ડાકટર શું કહેશે એ ફિકરે અરવિન્દ, લીલા, ગંગા ટોળું વળી પોતાના હદયના વધતા જતા ધબકારાને પણ દબાવવા યત્ન કરતાં ઉભાં હતાં. ડાકટરે નાડ તપાસી, છાતી ઠોકી, આંખો જોઈ. દરેક વખતે–દરેક પળે એનું મ્હોં ગંભીર થતું હતું. એનું માથું હાલતું હતું અને ભય હોય એમ સર્વને લાગતું હતું. ઉંડો નિશ્વાસ નાંખી બોલ્યા વિના ડાક્ટર ઉઠ્યો-લીલાએ મુકેલી મેમોરેન્ડમ બુકમાંથી પાનું ફાડી પ્રીસ્કીપશન લખ્યું અને ખાવા માટે કાંઈક સૂચના કરી ચાલ્યો ગયો. ડાકટર ગયો અને જુગલે આંખ ઉઘાડી. આ વખતે ભાઈને બદલે ભાભીને બોલાવી.

‘બ્હેન ! મ્હને કાંઈક ઠીક લાગે છે. તમે અહીં રહેશો ને ? તમે ન હોત તો મારું શું થાત ! આ બધું નવું નવું સારું સારું લાગે છે. આ ક્યાંથી લાવ્યાં છો. તમારો સામાન હશે. તમે શું કરશો?' માનીજણી બ્હેન હોય, માતા હોય તેમ જુગલે લીલાનો હાથ પોતાની છાતી ઉપર લીધો, આંખે મુક્યો અને શક્તિ મળી હોય એમ ક્ષણ વાર પડી રહ્યો.

'બ્હેન ! મને પાસું બદલાવશો ? આજ ઘણા દહાડાથી પાસું બદલ્યું નથી. શરીર, વાંસે ગુમડાની પેઠે દુખે છે.' લીલાએ અરવિન્દ-ગંગાની મદદથી પાસું બદલાવ્યું. પાસું બદલાવતાં અરવિન્દને હાથ જુગલના પાંસળે અડક્યો. ધગધગતા અંગારાને અડકતાં જે થાય તે લાગણી જુગલના શરીરને અડતાં થઈ શરીર હમણાં ભાગી જશે, હાડકાં તૂટી જશે એમ લાગ્યું અને અરવિન્દથી પોતાના ભાઈની આ સ્થિતિ ન જોવાતાં તે બધું એમને એમ મૂકી પોતાની ઓરડીમાં જતો રહ્યો.