આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૫૯
ગભરાયેલો ભૂજંગ.


હોય અગર પીડાને લીધે જ ભાન નથી એમ લાગ્યું હોય પણ ભૂજંગનું નામ સાંભળતાં જ, “ભાભી ! બચાવો, મ્હને ભૂજંગ કરડ્યો,” કરતી ચીચીયારી પાડી. ચીચીયારી પાડતાં જ તરલા ઢીલી થઈ પથારીમાં પડી અને તે જ ક્ષણે આખા શરીરે પરસેવો છૂટ્યો. ડાક્ટરે બે કલાક માંડ કાઢે એમ કહ્યું ને બીચારી ચંદાથી રોવાઈ જવાયું. “અરેરે ! ભૂજંગ-કાળો નાગ છેક સુધી દંશ દેવા આવ્યો. સુમનને મળ્યા પછી બિચારી શાન્ત થઈ હતી તેને અન્તસમે ભૂજંગનું નામ ક્યાં કાને પડયું! મુઓ !” ચંદા-મરતાને મેર પણ ન કહેનારી ચંદાથી આજ 'મુવો' કહેવાઈ જવાયું. તરલાને આમ મૂકી બહાર જવાય નહી અને એને અંદર બોલાવાય નહી. આ સ્થિતિમાં ચંદા હતી ત્યાંથી બહાર જઈ પતાવી આવવા વસન્તલાલે કહ્યું ને ચંદા બહાર જઈ ભૂજંગલાલને ઉભી ઉભી જ મળી. ચંદાની આંખ રોવાથી, ઉજાગરાથી સૂજેલી હતી.

'કેમ ! શું છે ?'

'ચંદા બ્હેન! હું તરલાની માફી માગવા આવ્યો છું. બે મીનીટ મળવા કહેશો ?'

'તરલાની માફી માફી માગવાનો આ વખત છે? તમારે લીધે સુમન જેવા પતિનો પ્રેમ ખ્યો, બિચારીની લોકોમાં બેઆબરૂ થઈ. સંસાર ખારો કર્યો અને એક કલાકમાં પ્રભુપદ પામશે. એણે તો માફી આપી મૂકેલી છે. પરમાત્માને માનતા હો તો એની માફી માગો કે તમને આવી કોમળ કન્યાઓને ફસાવવા દુર્બુદ્ધિ ન આપે. તરલા ઘડીસાસ છે, તમારા નામથી ત્રાસે છે. તરલાની રાખથી શરીર ચોળજો કે પવિત્ર થવાય.'

'ચંદા બ્હેન ! ચંદ બ્હેન! શું તરલા અન્તકાળે છે? બ્હેન! મને ક્ષમા કરિ! જુના ભૂજંગને આ ભૂજંગમાં ફેર છે હોં ! કબૂલ છે કે મારે લીધે બીચારીની આ સ્થિતિ થઈ બ્હેન, મને ખબર નહી કે આમ ગંભીર માંદગી હશે. લીલા-તરલાની ક્ષમા માગવા,