આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૬૫
સ્ટેશન ઉપર.


પ્રકરણ ૩૦ મું.

સ્ટેશન ઉપર.

તરલાની મૃત્યુશય્યા પાસેથી નાસી છૂટયા પછી સુમનલાલ હોટલમાં આવ્યો અને દરિયા તરફના છજામાં આરામ ખુરશી નાંખી પડ્યો. મુંબઈ આવ્યો તે વખતમાં અને આ વખતમાં બહુ ફેર હતું. તે સમયે તરલાની સાથેની સગાઈ તોડવી એ દઢ નિશ્ચય હતો. એ ન બને તો આપધાત. પરંતુ બન્નેમાં નિષ્ફળ ગયો. તરલા તરફ અભાવ વધતો ગયો. ભૂજગ સંબંધી વીણાનો તાર કોઈના જ નહી ને એના પોતાના હાથમાં આવ્યો. જીવનથી હવે કંટાળી ગયો હતો. આપઘાત કરવા તત્પર થયેલાને ચંદાનાં છોકરાં કાળ જેવાં લાગ્યાં હતાં. તરલા માંદી છે તે કેવળ ઢોંગ જ સમજતો હતો. માંડ માંડ ત્યાં ગયો અને તવંગર અને ગરીબ, પાપી અને પૂણ્યશાળીને સમાનતા શીખવનાર મૃત્યુપથારી–અંતકાળની વેદનાએ જાદુઈ અસર કરી. જેનું મ્હોં જોવામાં પણ પાપ માનતો તે તરલાની માફી માગી, તે તરલાને માફી આપી અને એ પવિત્ર દેવીનાં દર્શન અને પવિત્ર બનાવતાં હતાં. દયા, ક્ષમા, શાન્તિ માત્ર વચનમાં જ નહી પણ વર્તનમાં આવ્યાં. હું કેવો પાપી કે બીજાને પવિત્ર છતાં, દુષ્ટ નરાધમની વાત સાંભળી એને પાપી માનવા લાગ્યો. અરેરે ! મારા જેવા કેટલા પવિત્ર-સહૃદયીમાં ખપવા માગતા આત્માઓ, દયા, ક્ષમા, શાન્તિ ન આપતાં આપું છું એમ માનતા હશે. હવે–અન્તકાળે, એક પછી એક મૃત્યુના ઝપાટા વાગે છે ત્યારે તે દયા, ક્ષમા, શાન્તિ વિના અપવાદ આપવા લેવા દે. સુમનને તરલાની મૃત્યુપથારી પાસે આ વિચાર આવ્યો અને તે જ પળે તરલા ભૂજંગલાલ તરફનો અભાવ, તિરસ્કાર બાળી નાંખ્યો. તરલાના પવિત્ર પ્રેમથી ન્યોહા અને પવિત્ર બન્યો. પવિત્ર બનતાં સ્નેહની લાગણી એને