આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૮૨
તરલા અથવા ઉર્મિનો આવેગ


દાખલ થતો દેખી તરલા સફાળી, આનંદસ્નેહના વેગે ઉઠવા ગઈ. પણ બળ ન હોવાથી પડી. “તરલા ! તરલા! થાકી જઈશ! હું જ આવું છું." કહી તરલા પાસે સુમન ગયો. ચંદા–વસન્તલાલની હાજરી ન ગણકારતાં જ તરલાનું માથું પોતાના ખોળામાં લીધુ. એનો સ્પર્શ થતાં જીવનમાં કદિ અનુભવી નહી હોય એવી લાગણી થઈ. વસન્તલાલ બહાનું કાઢી ઉઠ્યો ને ચંદા દવા લેવા ગઈ. અસ્વસ્થ ભવિષ્યની ગૃહિણી પાસે સ્નેહાળ પતિ બેઠો અને બોલ્યો, “તરલા ! તરલા ! મ્હે ંઅદેખાઈથી ત્હારા જીવનમાં વિષ રેડયું છે. ખરે સ્ત્રીઓ પવિત્ર છતાં અમો પુરૂષ તમારા ઉપર ઘણીવાર વ્હેમ આણીયે છીએ. બીજા પુરૂષ સાથે હસીને વાત કરતાં જોઈ અમને કાંઈ કાંઈ થઈ જાય છે. જોકે સુધારામાં ખપવા માંગતી સ્ત્રીને સ્વતંત્રતા આપવા ઈચછીએ છીએ, પણ બીજાની સ્ત્રીઓ અમારી સાથે હરેફરે એ ગમે છે પણ અમારી સ્ત્રીઓને એમ કરતાં જોઈ શકતા નથી.”

“સુમન! તમારું કહેવું ખરું છે. પુરૂષોનો એ દોષ મોટો છે માટે જ સુધારો લોકપ્રિય થયો નથી ને કેળવણી વખોડાય છે. પણ અમારે પણ અમારો દોષ સમજવો જોઈએ. હાલની કેળવણીમાં એક મોટો દોશ બહારનો મોહ એ છે. હૃદય કેળવાતાં નથી. અમે છોકરીઓ-સ્ત્રીઓ બહારના રૂપ, રંગ, હાવભાવથી વધારે આકર્ષાઈયે છીએ. જનસમાજમાં, સોસાયટીમાં, ક્લબોમાં ઘણીવાર ભાષણ સાંભળવા કરતાં લુગડાં, ઘરેણાં ફેશનમાં જ ફસાઈએ છીએ, અને અપટુડેટ પુરૂષ, યુવાનો જ સારા એમ માનતા શિખીયે છીએ. વિવાહસગાઈ કરવામાં પણ ગૃહસુખ ક્યાં ભોગવાશે, શાન્તિથી ગૃહસુખ ભગવાશે કે કેમ, જીવનમિત્રો થઈશું કે કેમ, તે જોયા પહેલાં સોસાયટીમાં હરવા ફરવા ડોળદમામમાં રહેવા ફાવશે કે કેમ એ જોવાય છે. સુમન ! મ્હારા સંબંધમાં મ્હારો આ દોષ હતો. મારી ફોઈએ મ્હારું નામ તરલા પાડ્યું છે તે યોગ્ય જ છે. હું તરલા જ છું. ભૂજંગના આન્તર કરતાં બાહ્ય દેખાવથી હું અંજાઈ અને દુઃખી થઈ. સુમન !